તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુચના:આધારકાર્ડ વિનાના કાર્ડ ધારકો અન્ય પુરાવા આપીને રાશન મેળવી શકશે

વ્યારા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારામાં જિલ્લા નાગરિક પુરવઠા સમિતીની બેઠક મળી

તાપી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર તથા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતીની બેઠક કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં મળી હતી. કુકરમુંડા તાલુકામાં પાટીપાડા અને નિંભોરા તથા સોનગઢ તાલુકામાં દેવજીપુરા ગામે દુકાનના સ્થળ ફેર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વ્યાજબી ભાવની દુકાન પર આધારિત વિતરણ વ્યવસ્થામાં ઓફલાઈન ટ્રાન્જેક્શન, સાયલેન્ટ રેશનકાર્ડ,એફ્પીએસ, તાલુકાવાર દર માસે મોડલ એફ.પી.એસ બનાવવા બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ જાહેર વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ ન પડે તે માટે વ્યાજબી ભાવની દુકાનો સતત ચાલુ રહે તે અંગે તકેદારી રાખવાની સુચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,તાપી જિલ્લામાં ૨૪૨ વ્યાજબી ભાવની દુકાનો પરથી લોકોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. જે અન્વયે તમામ કાર્ડધારકોના નંબર સાથે અને વસ્તી સાથે આધારકાર્ડ લિંક કરવામાં આવેલ છે. જે કાર્ડ ધારકો પાસે આધારકાર્ડ નથી તેવા લાભાર્થીઓ અનાજના જથ્થાથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા માન્ય રાખવામાં આવેલ અન્ય 13 પુરાવાઓ રજુ કરીને અનાજ મેળવી શકે છે. બેઠકનું સંચાલન જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે કર્યુ હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો