તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:ભુસદાના પુલ પાસે સુરતની કાર- બાઈક વચ્ચે અકસ્માત

આહવા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડાયો

ડાંગ જિલ્લાનાં આહવા શામગહાન રોડ પર બુધવારે ભૂસદાનાં પુલ નજીક મારૂતિકાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને ઇજા થઇ હતી. બુધવારે બપોરે ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનને જોડતા નેશનલ હાઈવે પર ભુસદાના પુલ પાસે સુરતની પ્રવાસી કાર (નં. જીજે-05-આરએચ-1183) અને બોરખલથી આહવા મૂળચોંડ તરફ જઈ રહેલી બાઈક (નં. જીજે-15-કેકે-6621) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક પ્રગ્નેશ શ્યામલાલ ભોયે (ઉ.વ. 21, રહે. મુલચોંડ, તા.આહવા, જિ.ડાંગ)ને શરીરનાં ભાગે ઇજા થતા તેને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મારૂતિ કારને બોનેટનાં ભાગે તથા બાઈકનો ખુરદો બોલાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો