કચ્છ / 8 ટ્રેનના રૂટ રદ્દ, અમુક ટ્રેન અમદાવાદ સુધી જ દોડશે, લાકડીયા સુધી કેમ નહીં

Cancellation of 8 trains routes, some trains will run only to Ahmedabad

  • સામખિયાળી-લાકડીયા વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી માટે ટ્રેનો ટુંકાવવાને બદલે રદ્દ કરાઇ 
  • 1 માત્ર એરલાઇન્સ કંપની, ભાડા તગડા વસુલે છે પણ સેવા કથળેલી 

Divyabhaskar.com

Feb 27, 2020, 09:54 AM IST
ભુજઃ કચ્છથી મુંબઇ તેમજ અન્ય રાજયોમાં જવા માટે ટ્રેન તમામ વર્ગો માટે અનુકુળ રહે છે. ભુજ એરપોર્ટથી એકમાત્ર ફલાઇટ એર ઇન્ડિયાની સેવા આપે છે પણ તે તઘડુ ભાડુ વસુલ્યા બાદ પણ સેવા કથળેલી હોય છે. ટ્રેનો મોટાભાગે હાઉસફુલ રહેતી હોય છે અને વેઇટીંગ લીસ્ટ પણ લાંબુ હોય છે ત્યારે ભુજથી મુંબઇ તેમજ અન્ય રાજયોમાં જતી ત્રણ દિવસ માટે 8 ટ્રેનના રૂટ રદ્દ કરાયા છે. સામખિયાળીથી લાકડીયા વચ્ચે 15 કિમીના અંતરમાં ડબલીંગ ટ્રેકની કામગીરી કરવાની હોવાથી અમુક ટ્રેન રદ્દ કરાઇ છે તો અમુક ટ્રેન અમદાવાદ સુધી દોડાવાશે. ટ્રેકની કામગીરી લાકડીયા અને સામખિયાળી પાસે કરવાના છે તો ટ્રેનને લાકડીયા સુધી કેમ ન દોડાવાય તેવો સુર વ્યકત થયો છે. કચ્છના પ્રવાસી વર્ગ સાથે રમત રમાતી હોવાનો પણ આક્ષેપો થયા હતા.
કચ્છમાં અન્ય રાજયમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યા વધારે છે તો બીજી તરફ મુળ કચ્છના મુંબઇ તેમજ અન્ય રાજયોમાં સ્થાઇ થયેલા લોકો પણ ભુજ અવાર નવાર આવતા હોય છે અને કચ્છમાં પણ પરપ્રાંતિય નોકરીયાત વર્ગ વધારે છે જે પોતાના વતન જવા માટે મોટાભાગે ટ્રેનનો ઉપયોગ કરે છે. કચ્છથી દોડતી તમામ ટ્રેન મોટાભાગે હાઉસફુલ રહે છે છતાંય સામખિયાળીથી લાકડીયા સુધીના 15 કીમીના ડબલ ટ્રેક કરવાની કામગીરી માટે ત્રણ દિવસ સુધી આઠ ટ્રેન પ્રભાવિત કરાઇ છે. અમુક ટ્રેન તો રદ્દ જ કરી દેવાઇ છે. તો સાતેક ટ્રેન માત્ર અમદાવાદ સુધી જ દોડશે તેવું રેલવેની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.
કઇ ટ્રેનોના રૂટ રદ્દ અને ટુંકાવાયા
સામખિયાળીથી લાકડીયા સુધીના ડબલ ટ્રેકની કામગીરી કરવા માટે ત્રણ દિવસ સુધી અમુક ટ્રેન રદ્દ કરાઇ છે તો અમુકના રૂટ ટુંકાવાયા છે. 29 ફેબ્રુઆરીની દાદર-ભુજ, પાલનપુર-ભુજ અને ગાંધીધામ-પાલનપુર રદ્દ કરાઇ છે. 26 ફેબ્રુઅઆરીના કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સુધી જ આવશે. તો 29મીએ ગાંધીધામ-અમદાવાદ વચ્ચે પણ રદ્દ રહેશે. 28 અને 29 ફેબ્રુઆરીના બાન્દ્રા ટર્મીનશ, ભુજ-બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ સુધી જ આવશે. તો 28મી ફેબ્રુઆરીની બરેલી-ભુજ બરેલી દોડાવાશે જ નહીં. 29મીએ બરેલી એક્સપ્રેસ અમદાવાદ-ભુજ વચ્ચે રદ્દ રહેશે. 1 માર્ચના ભુજ બરેલી એકસપ્રેસ ભુજ-પાલનપુર વચ્ચે રદ્દ રહેશે. તો 28 અને 29મીએ જોધપુર-ગાંધીધામ ટ્રેન રદ્દ કરાવાઇ હોવાની રેલ્વેની સત્તાવાર યાદી જણાવે છે.
X
Cancellation of 8 trains routes, some trains will run only to Ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી