• Home
  • National
  • Can Supreme Court Order Immediate Floor Test In Maharashtra? This is the old case

મહારાષ્ટ્ર / સુપ્રીમ કોર્ટ તાત્કાલિક ફ્લોર ટેસ્ટનો આદેશ ક્યારે આપી શકે? કર્ણાટક જેવો ચુકાદો કેમ ન આવી શકે? જાણો સંબંધિત કાનૂની જોગવાઈ

Can Supreme Court Order Immediate Floor Test In Maharashtra? This is the old case

  • મહારાષ્ટ્રના રાજકીય સંકટ અંગે 24થી 48 કલાકમાં ફ્લોર ટેસ્ટની માગણી, પરંતુ એ મુશ્કેલ છે
  • કર્ણાટક વિધાનસભાનું ગઠન થયેલું હતું માટે 48 કલાકમાં ફ્લોર ટેસ્ટનો આદેશ આવ્યો હતો
  • મહારાષ્ટ્રમાં નવનિર્વાચિત વિધાનસભાના ધારાસભ્યોના શપથ પણ હજુ બાકી છે

Divyabhaskar.com

Nov 24, 2019, 01:23 PM IST

નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રમાં શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ રાજકીય ગણિત ઝડપથી બદલાઈ રહ્યું છે. NCP નેતા અજીત પવારે ભાજપ સાથે જોડાયા બાદ તેમના કાકા અને NCP નેતા શરદ પવાર તથા શિવસેનાએ ભાજપ સામે મોરચો ખોલ્યો છે, ફડણવસીના શપથ ગ્રહણને પડકારતા સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી છે, જ્યાં આ કેસની સુનવણી ચાલી રહી છે. ન્યાયમૂર્તિ એનવી રમન, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપિઠ આ કેસમાં સુનવણી કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું સુપ્રીમ કોર્ટ કર્ણાટકની માફક મહારાષ્ટ્રમાં પણ 24 કલાકમાં અથવા 48 કલાકમાં જ મુખ્યમંત્રી ફડણવીસને બહુમતી સાબિત કરવા આદેશ આપી શકે છે.

24 કલાકમાં બહુમતી સાબિત કરવાનો આદેશ મેળવવો મુશ્કેલ

કાયદા નિષ્ણાતના મતે કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે આજે ફ્લોર ટેસ્ટનો આદેશ મળવાની સંભાવના લગભગ અશક્ય છે, કારણ કે સૌથી પહેલા વિધાસભા માટે પ્રોટેમ સ્પીકરની ચૂંટણી થશે, ત્યારબાદ આ વિધાસસભામાં જીત મેળવનાર તમામ ધારાસભ્યોને શપથ અપાવવામાં આવશે. આ કાયકાદીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા બે દિવસનો સમય લાગી શકે છે. એટલું જ નહીં ત્યારબાદ નવી વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવવું પડશે, ત્યારબાદ ગૃહમાં ફ્લોર ટેસ્ટ શક્ય બનશે. આ તમામ બાબતમાં લાંબો સમય લાગતો હોવાથી સુપ્રીમ કોર્ટ ભાજપ અને મુખ્યમંત્રી ફડણવસીને 24 કલાક અથવા 48 કલાકમાં બહુમતી સાબિત કરવા આદેશ આપે તે મુશ્કેલ છે.

કર્ણાટક જેવા આદેશની સંભાવના શાં માટે નથી?

કર્ણાટકમાં પણ આ જ પ્રકારનો કેસ સામે આવ્યો હતો, જ્યારે રાજ્યપાલે યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. તેમના પર કોંગ્રેસના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરવાનો આરોપ લગાવતા રાજ્યપાલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને અદાલતે ભાજપને 48 કલાકમાં જ 19મી મે,2018ના રોજ સાંજે ચાર વાગ્યા સુધીમાં બહુમતી સાબિત કરવા કહ્યું હતું. યેદિયુરપ્પાએ 17મી મેના રોજ સીએમ પદની શપથ લીધી હતી. પરંતુ મહારાષ્ટ્રમાં તેની કોઈ સંભાવના નથી કારણ કે કર્ણાટકમાં વિધાનસભા અગાઉથી જ કાર્યરત હતું, જ્યારે અહીં નવા વિધાનસભાની રચના પણ અત્યાર સુધી થઈ નથી. જેને લીધે સુપ્રીમ કોર્ટ આ કેસમાં તમામ કાયદાકીય પ્રક્રિયાને પૂરી કરવા માટે એક ટાઈમ ફ્રેમ નક્કી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટની ધારણા

સુપ્રીમ કોર્ટની કાયદાકીય ખંડપિઠે 1994માં એસ આર બોમ્માઈ કેસમાં ફ્લોર ટેસ્ટની અવધારણા રજૂ કરી હતી. ખંડપિઠે કહ્યું હતું કે ફ્લોર ટેસ્ટમાં સંખ્યાને લઈ નિર્ણાયક સંખ્યા પ્રમાણ છે. અનુચ્છેદ 164(2) ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે મંત્રિપરિષદ સામૂહિક રીતે રાજ્યની વિધાનસભા પ્રત્યે જવાબદારી ધરાવશે. ખંડપિઠે એવી પણ વ્યાખ્યા કરી હતી કે બહુમતિનું અંતિમ પરીક્ષણ રાજ્યસભામાં નહીં પરંતુ પટલ પર થાય છે.

શું છે શિવસેના, NCP અને કોંગ્રેસની માંગ

મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચેલા ત્રણેય રાજકીય પક્ષો (શિવસેના,NCP, કોંગ્રેસ)ની અરજીમાં અદાલતથી રાજ્યપાલના નિર્ણયને રદ્દ કરવા, સીએમ ફડણવસીને આજે જ ફ્લોર ટેસ્ટ કરાવવા અને રાજ્યપાલ દ્વારા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સરકાર રચના કરવા માટે આમંત્રણ આપવું મુશ્કેલ છે.

બહુમતિ માટે દાવો

મહારાષ્ટ્રની 288 સભ્યોની વિધાનસભામાં આ વખતે ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ પાસે 105 સભ્યો છે. સીએમ ફડણવસીને બહુમતી સાબિત કરવા માટે ઓછામાં ઓછા 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે, પરંતુ આ જાહુઈ આંકથી ભાજપ 40 બેઠક દૂર છે. જો NCPના દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો 54 પૈકી 49 ધારાસભ્યો તેમની સાથે છે, તો ફક્ત 5 ધારાસભ્યના આધારે ભાજપ માટે ફ્લોર ટેસ્ટ કરવાનું અશક્ય છે. જોકે ભાજપના તમામ નેતા એવો દાવો કરી રહ્યા છે કે જ્યારે ફ્લોર ટેસ્ટ થશે ત્યારે ફડણવીસ સરકાર સરળતાથી તેમાંથી પસાર થઈ જશે અને બહુમતી માટે જરૂરી ધારાસભ્યોનું સમર્થન મેળવી લેશે.

પોતાના ધારાસભ્યોને બચાવવામાં વ્યસ્ત છે રાજકીય પક્ષો

અજીત પવાર ભાજપ સાથે ગયા બાદ સૌથી મોટું ભંગાણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં થયાના અહેવાલને પગલે કઈકાલે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ હતી. પરંતુ સાંજ થતા-થતા પક્ષ પ્રમુખ શરદ પવારે એવો દાવો કર્યો હતો કે તમામ ધારાસભ્યો અજીત પવાર સાથે નહીં પણ તેમની સાથે છે. કાલે ભાજપે સરકાર બનાવ્યા બાદ શરદ પવારે આનન-ફાનનમાં તેમના ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં 54 પૈકી 42 ધારાસભ્યો સામેલ હતા. બેઠકમાં અજીત પવારને હટાવીને પક્ષના વિધાયક દળના નવા નેતા બનાવવામાં આવેલ જયંત પાટીલે કહ્યું હતું કે આજની બેઠકમાં 42 ધારાસભ્ય સામેલ થયા હતા, જ્યારે સાત ધારાસભ્ય સંપર્કમાં છે.બીજીબાજુ પોતાના ધારાસભ્યોને ભાજપથી બચાવવા માટે શિવસેના અને કોંગ્રેસ ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને શિવસેનાએ તેમના તમામ ધારાસભ્યોને મુંબઈની હોટેલમાં જ પક્ષના અધિકારીઓ અને કાર્યકર્તાઓની દેખરેખ હેઠળ રાખ્યા છે.


X
Can Supreme Court Order Immediate Floor Test In Maharashtra? This is the old case

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી