જમ્મૂ-કાશ્મીર / કાશ્મીરના 10 જિલ્લામાં SCના આદેશ બાદ પ્રીપેડ મોબાઇલ પર 2જી ઈન્ટરનેટ, કોલિંગ અને SMS સેવા પણ શરૂ

પ્રતિકાત્મક તસવીર

  • કાશ્મીર ઘાટીની બેન્કોમાં બ્રોડબેન્ડ સેવાઓ સંપૂર્ણ રીતે ચાલુ કરી દેવામાં આવી છે

Divyabhaskar.com

Jan 19, 2020, 03:37 AM IST

શ્રીનગર: કાશ્મીરમાં છ મહિના પછી પ્રિ-પેઈડ મોબાઈલ સેવા, એસએમએસ તેમજ દસ જિલ્લામાં 2જી ઈન્ટરનેટ પણ શરૂ કરી દેવાયું છે. નવા કેન્દ્રશાસિત રાજ્યના મુખ્ય સચિવ રોહિત કંસલે શનિવારે આ માહિતી આપતા કહ્યું કે, અમે તપાસ કરીને પ્રિપેઈડ સિમ પર વોઈસ અને એસએમએસ સેવા શરૂ કરી છે. આ ઉપરાંત જમ્મુ અને કુપવાડા મંડળના 10 જિલ્લામાં પોસ્ટપેઈડ 2જી ઈન્ટરનેટ સેવા પણ શરૂ કરાઈ છે. કાશ્મીર ઘાટીની બેન્કોમાં બ્રોડબેન્ડ સેવાઓ સંપૂર્ણ રીતે ચાલુ કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવે કહ્યું કે વોઇસ કોલિંગની સેવા સાથે જ SMS સેવાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રી-પેડ કનેક્શન પરથી પ્રતિબંધ હટ્યો
મુખ્ય સચિવ રોહિત કંસલે જણાવ્યું કે હવે ઘાટીમાં પ્રી-પેડ કનેક્શન પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે સંસદમાં જમ્મૂ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ રજૂ કર્યું હતું. આ દિવસે જમ્મૂ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો સંકલ્પ પણ પારિત કરવામાં આવ્યો હતો. તેના એક દિવસ પહેલા 4 ઓગસ્ટના સમગ્ર રાજ્યમાં ટેલીફોન અને મોબાઇલ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી