ગોંડલ / ભરૂડી ટોલનાકે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે માથાકૂટ

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા

  • જયેશ રાદડિયાએ ટોલ કર્મચારીઓને લાંબી લાઇન ક્લિયર કરાવવા માટે ટકોર કરી હતી
  • ટોલનાકાના જવાબદાર અધિકારીઓના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે

Divyabhaskar.com

Jan 16, 2020, 06:46 PM IST

ગોંડલઃ ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરૂચ ટોલનાકા પાસે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા વાહનચાલકોને માથાના દુખાવારૂપ બની જવા પામી છે, ત્યારે આ સમસ્યામાં ખુદ કેબિનેટ મંત્રીની ગાડી ફસાતા કેબિનેટ મંત્રી અને ટોલ પ્લાઝાના અધિકારીઓ વચ્ચે તણખલા ઝર્યાં હતા. અલબત્ત આ ઘટના બાબતે ટોલ પ્લાઝાના અધિકારીઓએ મૌન સેવી મોબાઈલ સ્વીચ ઓફ કર્યો હતો.

રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ગુરૂવારે સવારે 10 વાગ્યા આસપાસ ભરૂડી ટોલનાકા ઉપર પહોંચ્યા, ત્યારે વાહનોની લાંબી કતારો લાગી હોવાથી તેઓએ નીચે ઉતરીને ટોલ પ્લાઝાના અધિકારીઓને સ્થળ પર બોલાવી આડે હાથ લીધા હતા અને તાબડતોબ ટ્રાફિક ક્લિયર કરવાની ફરજ પાડી હતી ઘણા વાહનચાલકોએ ફાસ્ટેગ લગાવ્યા હોવા છતાં પણ રોજિંદા આ ટોલપ્લાઝા પર સમયનો વેડફાટ થઈ રહ્યો છે, ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા ફાસ્ટેગ અને કેસ લાઇન અંગે કોઈ સચોટ માર્ગદર્શન અપાતું ન હોય ટ્રાફિક જામની સમસ્યા રોજિંદા થવા પામી છે. આ બાબતે ટોલ પ્લાઝાના અધિકારી ગઢવીએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો.

વાહન ચાલકોનો સમય વેડફાઈ અને ખોટા ઇંધણનો બગાડ ન થાય તેવા હેતુથી સરકાર દ્વારા વાહન ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે, ત્યારે હાઇવે પર પસાર થતાં મોટાભાગના વાહનોમાં ફાસ્ટ ટેગ લાગી ગયા છે, તેમ છતાં પણ ભરૂડી ટોલનાકે ફાસ્ટ ટેગની એક લાઈન વધુ પડતા સમય માટે બંધ જ રહે છે અને જો કોઇ વાહન આ લાઇનમાં ઊભું રહી જાય તો ટોલનાકાનો એક કર્મચારી દોડી આવી વાયરના બે છેડા જોઈન્ટ કરી ફાસ્ટ ટેગનું સ્ટીકર સ્કેન કરી રહ્યો છે આ કાર્યવાહીમાં વાહન ચાલકોનો ઘણો સમય વેડફાતો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

X
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી જયેશ રાદડિયા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી