તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિરોધ:રોજીરોટી બચાવવા કેબીન -ધારકો માર્ગ પર બેસી ગયા , પોરબંદરની ચાઇનીઝ બજારમાં કેબીનો દૂર કરવા પાલિકાની ટીમ પહોંચી

પોરબંદર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટાભાગના અધિકારી હાજર રહેતા અન્ય કામગીરી 3 કલાક ખોરવાઈ
  • ડિમોલીશન માટે આવેલ તંત્રએ 3 કલાક રાહ જોયા બાદ કામગીરી મોકૂફ રાખી

પોરબંદર શહેરમાં લારી કેબીન હટાવવા પાલિકા તંત્રએ ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કર્યું છે અને શહેરમાં આવેલ મુખ્ય બજાર અને માર્કેટ નજીક કેબીનો દૂર કરવા કામગીરી હાથ ધરવાની હોય જેથી પાલિકા તંત્રએ ચોપાટી નજીક આવેલ ચાઈનીઝ બજાર ની કેબીનો નજીકથી સફાઈ અને દબાણ હટાવવા સવારે પૂરતી તૈયારી સાથે પહોંચી ગયા હતા. સ્થળ પર કેબીન ધારકો ઉમટી પડ્યા હતા અને પાલિકા તંત્ર સાથે આ જગ્યાને લઈને ચર્ચા થઈ હતી. આ સાથે પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો અને મામલો ગરમાતા કેબીન ધારકો રસ્તા વચ્ચે બળબળતા તાપમાં જમીન પર સુઈ - બેસી ગયા હતા અને આ રીતે વિરોધ પ્રગટ કર્યો હતો. 3 કલાક હાજર રહ્યા બાદ પાલિકા તંત્ર ત્યાંથી ચાલ્યું ગયું હતું અને દબાણ હટાવ કામગીરી મોકૂફ રાખી હતી.

કેબીન ધારકોની માંગ?

{આ સ્થળે 12 વર્ષથી કેબીન રાખવામાં આવી છે અને કેબીન હટાવવા અંગે ધારકોએ હાઇકોર્ટમાં દાવો કર્યો છે જેનો ચુકાદો આવ્યો નથી અને આ સ્થળ સિવાય વૈકલ્પિક જગ્યાએ વિરોધ થાય તેમ હોય જેથી આ સ્થળે જ કેબીન રાખવા દેવામાં આવે તેવી માંગ કરી છે. {ચોપાટી નજીક કેબીન ડિમોલિશન માટે માર્કેટ વિભાગની ટિમ, સેનિટેશન અધિકારી, ફાયર ફાઈટર અધિકારી, ઇલેક્ટ્રિક વિભાગ ટિમ, 2 પાલિકાના એન્જીનીયર, ટેક્સ ઇન્સ્પેકટર, પોલીસ કાફલો 3 કલાક ઉપસ્થિત રહ્યો હતો જ્યારે પાલિકાના ચીફ ઓફિસર પણ 2 કલાક સુધી હાજર રહ્યા હતા જેથી અન્ય કામગીરી 3 કલાક સુધી ખોરવાઈ હતી. {પાલિકા દ્વારા ચાઈનીઝ બજારમાં કેબીનોનું દબાણ હટાવ માટે જેસીબી મશીન, 3 ટ્રેકટર, 1 ફાયર ફાઈટર, પોલિસ વાહન સહિતની સંપૂર્ણ તૈયારી કરી હતી.

શા માટે મોકૂફ રહ્યું ?
પાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી માટે પૂરતા પોલીસ બંદોબસ્ત માટે બાહેંધરી પત્ર વહીવટદાર અને ચિફ ઓફિસરે સહી કરી હતી પરંતુ પાલિકા કર્મી આ પત્ર સમયસર પહોંચાડી શક્યા ન હતા જેથી અપૂરતો પોલીસ સ્ટાફ મળ્યો હતો તેમજ આ કેબીન ધારકો દ્વારા હાઇકોર્ટે માં મુદત હતી હાલ ડીમોલેશન કરાયું નથી. ડીમોલેશન માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે. > કે.વી.બાટી, વહીવટદાર, પાલિકા

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો