ચૂંટણી / અમરાઈવાડી સહિત રાજ્યની 6 બેઠકો પર આજે પેટા ચૂંટણી

Bye-election on 6 seats in the state including Amraiwadi today

  • 1781 કેન્દ્ર પર 14.16 લાખ મતદારો મતદાન કરશે

Divyabhaskar.com

Oct 20, 2019, 11:23 PM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન 21મીએ સવારે આઠથી સાંજે છ કલાક દરમિયાન યોજાશે. તે માટે ભાજપ-કોંગ્રેસ જોરશોરથી પ્રચાર હાથ ધર્યો હતો. ભાજપ કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને જિતાડવા કમર કસી રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા ઉમેદવારોને હરાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. દરમિયાનમાં બાયડ વિધાનસભા વિસ્તારમાં દારૂની ટ્રક પકડાતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુંં કે, ચૂંટણી જીતવા ભાજપ દારૂનો સહારો લઇ રહ્યું છે. આ બાબતે ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

156 એસટી બસની વ્યવસ્થા કરવામાં આવશે
વિધાનસભાની અમરાઇવાડી રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડાની છ બેઠક પર ચૂંટણી માટે 21મીએ મતદાન યોજાશે અને 24મીએ મતગણતરી થશે. દરેક વિધાનસભા વિસ્તારની તે જ વિસ્તારમાં મતગણતરી થશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર કંટ્રોલ રૂમ મારફત સતત નજર રખાશે. મતદાન માટે કુલ 1781 મતદાન કેન્દ્રો પરથી 14,76,715 મતદારો મતદાન કરશે. મતદાન શરૂ થાય તેના 90 મિનિટ પહેલાં દરેક મતદાન સ્થળ પર મોકપોલ કરવામાં આવશે. મોકપોલ શરૂ કરાયા પછી સવારે ચૂંટણી વ્યવસ્થા માટે એસટી તંત્ર દ્વારા 156 એસટી બસની વ્યવસ્થા કરાઈ છે. ચૂંટણી દરમિયાન કોઇ અવ્યવસ્થા ઊભી થાય તેટલા માટે 1805 જેટલા હથિયાર જમા લેવામાં આવ્યા છે. બંન્ને રાજકીય પક્ષો દ્વારા બૂથ મેનેજમેન્ટથી લઇને મતદારોને લાવવા લઇ જવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું રાજકીય સૂત્રોનું કહેવું છે.

X
Bye-election on 6 seats in the state including Amraiwadi today

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી