મન્ડે પોઝિટિવ / માર્ચ-2022 સુધીમાં રાજકોટ રેલવે ડિવિઝનનું ઈલેક્ટ્રિફિકેશન કરી દેવાશે

રાજકોટ રેલવે ડિવિઝનનું ઈલેક્ટ્રિફિકેશન.
રાજકોટ રેલવે ડિવિઝનનું ઈલેક્ટ્રિફિકેશન.

 • વર્ષે રૂ.2500 કરોડનું ઇંધણ અને યાત્રિકોના સમયની થશે બચત, પ્રદૂષણ પણ ઘટશે
 • રાજકોટ રેલવે ડિવિઝનમાં 40 ટકા કામ પૂર્ણ : આવતા 28 મહિનામાં ડબલિંગ અને ઈલેક્ટ્રિફિકેશન પણ પૂર્ણ કરી દેવાશે

Divyabhaskar.com

Dec 02, 2019, 06:58 AM IST
રાજકોટ: રાજકોટ રેલવે ડિવિઝનમાં ઈલેક્ટ્રિફિકેશનનું કામ 40 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે આવનારા 28 મહિનામાં એટલે કે માર્ચ-2022 સુધીમાં આખા રાજકોટ રેલવે ડિવિઝનમાં ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી દેવાશે. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દરેક ટ્રેનો ડીઝલ એન્જિનથી દોડી રહી જેના કારણે રેલવેને વર્ષે લાખો લિટર ડીઝલ વપરાય છે સાથે સાથે વાતાવરણ પણ પ્રદૂષિત થાય છે. પરિણામે રેલવેને ઓપરેશન કોસ્ટ વધુ રહે છે, પરંતુ માર્ચ-2022 સુધીમાં આખા રાજકોટ રેલવે ડિવિઝનમાં ઈલેક્ટ્રિફિકેશન થઇ ગયા બાદ રેલવેને વર્ષે 40 લાખ લિટર ડીઝલની બચત થશે જેની પાછળ ખર્ચાતા વર્ષે 2500 કરોડ રૂપિયાની પણ બચત થશે. ઈલેક્ટ્રિફિકેશનથી ટ્રેનો દોડવાથી વાતાવરણ પણ પ્રદૂષિત નહીં થાય અને રેલવેને ઓપરેશન કોસ્ટ પણ ઘટશે. પ્રથમ તબક્કામાં વિરમગામ-સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સુધી ઈલેક્ટ્રિફિકેશન કરાશે, બીજા તબક્કામાં સુરેન્દ્રનગર-વાંકાનેર-રાજકોટ, વાંકાનેર-માળિયા અને હાપા-કાનાલુસ-ગોરીંજા-ઓખાનું ઈલેક્ટ્રિફિકેશન કામ પૂરું કરાશે.
અમદાવાદ એન્જિન નહીં બદલવું પડે, સમય-શક્તિ-નાણાં બચશે
હાલ સૌરાષ્ટ્રમાં ટ્રેનો ડીઝલ એન્જિનથી દોડી રહી છે. મુંબઈ-દિલ્હી કે અન્ય રાજ્યોમાંથી ટ્રેન આવી રહી છે જ્યાં ઈલેક્ટ્રિફિકેશન થઇ ચૂક્યું છે ત્યાંથી અમદાવાદ સુધી મોટાભાગની ટ્રેનો ઈલેક્ટ્રિફિકેશનથી ચાલ્યા બાદ અમદાવાદથી રાજકોટ કે અન્ય ડિવિઝનોમાં જવા ઈલેક્ટ્રિક એન્જિનમાંથી ડીઝલ એન્જિન બદલવું પડે છે જેમાં 4 માણસો કામે લાગે છે અને લગભગ 20 મિનિટ બગડે છે. રાજકોટમાં પણ ઈલેક્ટ્રિફિકેશન થઇ ગયા બાદ દરેક ટ્રેન સીધી ઈલેક્ટ્રિક એન્જિન સાથે જ દોડશે.
અહીં કરાશે વિદ્યુતીકરણ
1) વિરમગામ-સુરેન્દ્રનગર
2) સુરેન્દ્રનગર-વાંકાનેર
3) વાંકાનેર-રાજકોટ
4) વાંકાનેર-માળિયા
5) હાપા-કાનાલુસ
6) સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા
7) ગોરીંજા-ઓખા
જમીન સંપાદન જેટલું ઝડપી, તેટલું કામ જલ્દી પૂરું થશે
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે હાલ ડબલિંગના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. જેમ જેમ રેલવેને ડબલિંગ અને ઈલેક્ટ્રિફિકેશન માટે જમીન મળશે તેમ ખૂબ ઝડપથી કામ આગળ વધશે. માર્ચ-2022 સુધીમાં કામ પૂરું થઈ જશે.-પ્રદીપ શર્મા, પીઆરઓ, અમદાવાદ રેલવે
ઈલેક્ટ્રિફિકેશનથી આટલા ફાયદા થશે
 • ડીઝલ એન્જિનનો ધુમાડો વાતાવરણમાં નહીં ફેલાય, પ્રદૂષણ ઘટશે.
 • ઈલેક્ટ્રિક એન્જિન ડીઝલ કરતા ઓછો અવાજ કરે છે, ધ્વનિ પ્રદૂષણ ઘટશે.
 • ઈલેક્ટ્રિકથી ડીઝલ, ડીઝલથી ઈલેક્ટ્રિક એન્જિન બદલવાનો સમય બચશે.
 • પ્રદૂષણમુક્ત વાતાવરણ વનસ્પતિ અને અન્ય જીવ મને અનુકૂળ રહેશે.
 • ડિવિઝનને મહિને 208 કરોડની ડીઝલની બચત થશે.
 • રેલવેની ઓપરેશન કોસ્ટ ઘટશે.
 • એન્જિન બદલવાનો 15-20 મિનિટનો સમય બચશે.
X
રાજકોટ રેલવે ડિવિઝનનું ઈલેક્ટ્રિફિકેશન.રાજકોટ રેલવે ડિવિઝનનું ઈલેક્ટ્રિફિકેશન.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી