તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચૂંટણી:પેટા ચૂંટણીની તાલિમ નોરતાની સાતમ કે આઠમના ન રખાય

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલીમ સહિતના મુદ્દે શૈક્ષિક મહાસંઘની રજૂઆત

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને ચૂંટણી કામગીરી અને તાલીમ આયોજનના પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી. અબડાસા વિધાનસભા પેટાચૂંટણી ફરજમાં રોકાયેલ શિક્ષકોના પ્રશ્નો બાબતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાપર, ભચાઉ અને લખપત તાલુકા ઘટક સંઘોની લેખિત રજૂઆતો અન્વયે વિવિધ પ્રશ્નો જેવાકે; સૂચિત ચૂંટણી તાલીમ સપ્તમી, અષ્ટમીના દિવસે ન યોજવા, રાપર-ભચાઉના છેવાડાના વિસ્તારના શિક્ષકો માટે તાલીમ સ્થળ ભચાઉ રાખવા અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને કોવિડ-19 સુરક્ષાના ઉપકરણ અને સંક્રમણના કિસ્સામાં જરૂરી સારવાર અને સહાય સંદર્ભે ઘટતું કરવા બાબતે રજુઆત અને ચર્ચા કરવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા, જિલ્લા અધ્યક્ષ કિશોરસિંહ ચુડાસમા, મંત્રી રમેશભાઈ ગાગલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો