તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કેમ્પેઈન:દિવાળીના તહેવારમાં સ્થાનિક બજારમાંથી ભારતીય ચીજવસ્તુ ખરીદો : પ્રમોદ ભગત

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોકલ ફોર લોકલ : ભારતીય સામાન આપણું અભિયાન’ હેઠળ CAITનું કેમ્પેઈન

લાંબાં સમયથી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(સીએઆઈટી) દ્વારા વિદેશી વસ્તુઓના બહિષ્કારને લઈને મુવમેન્ટ ચલાવવામાં આવી રહી છે. ત્યારે કોરોનાની અસર પછીના દિવાળીના તહેવારે વોકલ ફોર લોકલનું સરકારનું સૂત્ર સાર્થક થાય તે માટે ભારતીય સામાન આપણું અભિયાન કરીને કેમ્પેઈન શરૂ કરવામાં આવી રહ્યું છે.સુરત શહેરની વાત કરીએ તો 5 લાખથી વધુ નાના-મોટા રિટેઈલર્સ વિવિધ વસ્તુઓના વેચાણ થકી પોતાનું અને પોતાના કર્મચારીઓનું ગુજરાન ચલાવે છે. સસ્તાં દરે મળતી આયાતી વસ્તુઓથી લોકો આકર્ષાયને ઓનલાઈન ખરીદી કરતાં હોય છે. લોકલ માર્કેટના વેપારીઓને આ દિવાળીએ પણ પુરતો વેપાર મળી રહે તે ઉદ્દેશથી સીએઆઈટી દ્વારા થોડા સમયથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સીએઆઈટીના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ પ્રમોદ ભગત જણાવે છે કે, દિવાળીના તહેવારમાં સ્થાનિક બજારમાંથી ભારતીય ચીજવસ્તુઓ ખરીદવી જોઈએ.વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર લોભામણીએ સ્કીમો મુકવામાં આવતી હોઈ છે. જેના કારણે નાના રીટેઈલર્સને મોટો લોસ જતો હોઈ છે. આવી સ્થિતિમાં નાના વેપારીને પૂરતા પ્રમાણમાં આવક મળે તે હેતુથી ભારતીય સામાન આપણું અભિયાન કરીને કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો