સુરત / રૂપિયાની લેતીદેતીમાં મુંબઈથી લગ્નમાં આવેલા વેપારીને ફાર્મ હાઉસમાં બોલાવી માર મારનારા પકડાયા

આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતાં.
આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતાં.

  • આરોપીઓ ભાવનગરથી સુરત આવ્યાં હતા

Divyabhaskar.com

Dec 09, 2019, 03:35 PM IST

સુરત: મુંબઈના એક હીરા વેપારીની અપહરણ કરવાની કોશિશ કરવામાં આવી હતી.હીરા વેપારીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતાં રાયોટીંગનો ગુનો નોંધી ભાવનગરથી આવેલા ઈસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

તમાચા મારી ધમકી આપી

મુંબઈથી હીરા વેપારી મહેશ નાવડીયા સુરત લગ્ન પ્રસંગે આવ્યા હતાં.મુંબઈથી આવેલા વેપારી સાથે રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરવાની કોશિશ કરી વાટીકા ફાર્મમાં લઈ જવામાં આવ્યાં હતાં. રૂપિયાની લેતી દેતીની બબાલમાં આરોપીઓએ ફરિયાદી મહેશને તમાચા ઝીંકી દઈને ધમકી આપી હતી. ભાવનગથી આવેલા 6 થી 7 ઈસમો વિરૂધ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ સહિતના ગુનાઓની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પ્રદીપસિંહ ગોહિલ,જેરામ લાવડા અને લાભુ સોલંકી સહિત નવ લોકોની કરી ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

X
આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતાં.આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતાં.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી