તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:મહાનગરોમાં રાત્રે 8 પહેલા કચ્છની બસો પહોંચશે અને સવારે 7 વાગ્યે પરત ઉપડશે, મધ્યસ્થ કચેરીથી રાજકોટ, વડોદરા અને સૂરતના એ સ.ટી. બસ સંચાલન મુદ્દે સૂચના

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ્યૂ દરમિયાન શહેરોમાંથી નહીં પણ બાયપાસ થઇને બસો લઈ જવાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીઅેથી 21મી નવેમ્બરે વિભાગીય નિયામકને વડોદરા, રાજકોટ અને સૂરતથી અાવતી-જતી, પસાર થતી એ સ.ટી. બસ સુવિધા બંધ અથવા નિયંત્રિત કરવા સૂચના મથાળા હેઠળ પત્ર મોકલવામાં અાવ્યો છે, જેમાં રવિવારે દૈનિક ધોરણે વડોદરા, રાજકોટ અને સૂરત શહેરમાં રાત્રે 8 વાગ્યા સુધી પહોંચી જાય અને સવારે 7 વાગ્યા પછી ઉપડે એ વી રીતે મોકલવા સૂચના આપવામાં આવી છે. જેનો અમલ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી કરવા પણ કહેવાયું છે.

પત્રમાં જણાવાયું હતું કે, કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને અસકારક રીતે નાથવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં અાવી રહ્યા છે. જે અંતર્ગત વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં લાવવા અગમચેતી રૂપે વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી રવિવારે સવારના 6 વાગ્યા સુધી બસ સેવા જાહેર હિતમાં વડોદરા, રાજકોટ, અને સુરત શહેર પૂરતી બંધ રહેશે. જે સમય દરમિયાન એસ.ટી. બસ વડોદરા, રાજકોટ અને સુરતથી ન આવતા બાયપાસ થઈ શકશે.

એ સિવાય રવિવારે દૈનિક ધોરણે વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન આ વતી જતી, પસાર થતી કે નાઈટ આઉટ રહેતી તમામ સર્વિસો રાત્રિના 8 વાગ્યા સુધીમાં વડોદરા, રાજકોટ અને સુરત પહોંચી જાય અને સવારે 7 વાગ્યા પછી વડોદરા, રાજકોટ અને સુરતથી ઉપડે તે મુજબનો અમલ અન્ય સુચના ન મળે ત્યાં સુધી કરવાનો રહેશે.

મુસાફરોને મહત્તમ બસોનો લાભ આપવો
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, કર્ફ્યુ સિવાયના સમય દરમિયાન મુસાફરોને અગવડતા ન પડે તે હેતુથી રિ-સિડ્યુલિંગ કરી સંચાલન કરવાનું રહેશે, જેથી મુસાફરોને મહત્તમ બસ સેવાનો લાભ મળી રહે. જેને અનુલક્ષીને તમામ આનુસંગિક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો