રિસર્ચ / દરરોજ 300 કેલરી બર્ન કરવાથી હૃદય સંબંધિત રોગો થતા અટકાવી શકાશે

Burning 300 calories a day can prevent heart related diseases

Divyabhaskar.com

Jul 15, 2019, 11:57 AM IST

હેલ્થ ડેસ્ક: જરૂરિયાત કરતા થોડું વધારે વજન ધરાવતી વ્યક્તિઓ પોતાના વજન માટે ચિંતા કરતી નથી. પરંતુ ઇંગ્લેન્ડની 'ધ લેન્સેટ અને એન્ડોક્રિનોલોજી' (the lancet and endokrinology) જર્નલમાં પ્રકાશિત થેયલા અભ્યાસ મુજબ, રોજ થોડી કેલરી બર્ન કરવાથી ડાયાબિટીસ અને હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. રોજ આશરે ૩૦૦ કેલરી બર્ન કરવાથી કોલેસ્ટેરોલ લેવલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિત અનેક રોગોને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. અભ્યાસના મુખ્ય લેખક વિલિયમ એ ક્રાઉસ જણાવે છે, 'શરીરમાં વધતી જતી કેલરીને રોકવા માટે કેટલીક પદ્ધતિઓ છે. આ અભ્યાસમાં સામેલ લોકોના લોહી, સ્નાયુ સહિત અનેક નમૂનાં લીધાં બાદ મેટાબોલિક સિગ્નલની શોધ ચાલુ રાખવામાં આવી છે.'


રિસર્ચ કેવી રીતે કરાયું?
આ અભ્યાસમાં અનેક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના પર થેયલા પ્રથમ એક મહિનાનાં પ્રયોગમાં નવાં ડાયટ પ્રમાણે ત્રણ ટાઇમનું ભોજન આપવામાં આવતું હતું. આ ભોજન તેમની કેલરીનો 1/4 ભાગ બર્ન કરતું હતું. આ પ્રયોગમાં સામેલ લોકોને 2 વર્ષ માટે નવાં ડાયટ પ્લાન સાથે 25% કેલરી ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું. જેમાંથી 12% લોકો કેલરીને ઘટાડવામાં સફળ રહ્યાં હતાં. આ ઉપરાંત, તેમનાં વજનમાં 10%નો ઘટાડો પણ જોવા મળ્યો હતો. તેમાંથી 75% ભાગ ફેટ (ચરબી) હતું. બે વર્ષ બાદ આ લોકોનાં શરીરમાં રહેલાં એવાં જીન્સમાં ઘટાડો આવ્યો હતો, જે હૃદયને લગતી બીમારી અને કેન્સર માટે જવાબદાર ગણાય છે.


આ અભ્યાસનો મુખ્ય હેતુ હૃદયને લગતી બીમારીઓનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય તે હતો. જેમાં જાણવા મળ્યું કે, રોજ થોડી કેલરી બર્ન કરવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે. યોગ્ય ડાયટ લઈને રોજ થોડી કેલરી બર્ન કરવાથી ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકાય છે. જેના માટે લોકો જીવનશૈલીમાં કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખીને આ રોગોનાં જોખમથી બચી શકશે.

X
Burning 300 calories a day can prevent heart related diseases

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી