તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:14,250 સેસ ઈમારતોનો પુનઃવિકાસ કરવા માટે બિલ્ડર સંગઠનનો પ્રસ્તાવ

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

20,000થી વધુ બાંધકામ કંપનીઓ સભ્યપદ ધરાવે છે તે ભારતીય બાંધકામ ઉદ્યોગનું સર્વોચ્ચ સંગઠન બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ) દ્વારા વર્ષોથી અટવાતા 14,250 સેસ ઈમારતોના પુનઃવિકાસ અને 1500 એસઆરએ પ્રોજેક્ટો પૂરા કરવા માટે હાથ મેળવવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારને આપ્યો છે. બીએઆઈ આ પ્રોજેક્ટો પૂરા કરવા માટે કોન્ટ્રાક્ટરો પૂરા પાડીને રાજ્ય સરકાર અને તેની સંસ્થાઓને સહાય કરવા માગે છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને હાઉસિંગ મંત્રી જિતેન્દ્ર આવ્હાડને લખેલા પત્રમાં બીએઆઈએ જણાવ્યું છે કે જો પ્રસ્તાવ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તો મુંબઈ ઝૂંપડા અને જર્જરિત ઈમારતોથી મુક્ત થશે. બીએઆઈ દ્વારા અધ્યયનમાં એવું જણાયું છે કે ભાડૂતો અને ડેવલપરો વચ્ચેનો અવિશ્વાસ અને ડેવલપરો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચેનો અવિશ્વાસ અવરોધરૂપ છે. આને કારણે સેસ ઈમારતનો પુનઃવિકાસ અને ઝૂંપડાં પુનર્વસન યોજના (એસઆરએ) પ્રોજેક્ટો 25થી 30 વર્ષથી અટવાઈ ગયા છે. અધ્યયનમાં એવું પણ બહાર આવ્યું છે કે મ્હાડા, એમએમઆરડીએ, સિડકો જેવી સરકારી એજન્સીઓ કોઈ પણ પ્રોજેક્ટ અથવા બાંધકામમાં સંકળાય તો અવિશ્વાસ દૂર થાય છે અને પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂરા થાય છે. આને આધારે અમે અમારો પ્રસ્તાવ રાજ્ય સરકારને આપ્યો છે, એમ એમ બીએઆઈના મુંબઈ સેન્ટરના ચેરમેન મોહિંદર રિઝવાનીએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો