રાજ્યસભા ચૂંટણી / BTP ‘કિંગ મેકર’, બીટીપીના એક ધારાસભ્ય ગૃહમાં આવતા રાજકીય હલચલ, નીતિન પટેલ સાથે સૂચક મુલાકાત

બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા

  • મહેશ વસાવા બહરા જતા મુખ્યમંત્રી પણ પ્રશ્નોત્તરી છોડી બહાર નીકળ્યા
  • અમિત ચાવડા સહિતના કોંગ્રેસના આગેવાનો પણ પ્રશ્નોત્તરી છોડી બહાર આવ્યા હતા

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 06:28 PM IST

ચેતન પુરોહિત, ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે BTPના બન્ને મત નિર્ણાયક બનાવા છે. આજે વિધાનસભા ગૃહમાં ચાલી રહેલી પ્રશ્નોત્તરી દરમિયાન બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા થોડો સમય માટે ગૃહમાં હાજરી આપીને બહાર નીકળતાં જ ભાજપ અને કોંગ્રેસના આગેવાનોમાં દોડધામ મચી ગઇ હતી. આ બધાની વચ્ચે મહેશ વસાવાએ નીતિન પટેલ સાથે પણ રાજ્યસભાની ચૂંટણી અંગે મહત્વની બેઠક કરી હતી.
મહેશ વસાવા ચાલુ પ્રશ્નોત્તરીએ બહાર નીકળતા હલચલ
નોંધીનીય છેકે, ચાલુ પ્રશ્નોત્તરી દરમિયાન જ ધારાસભ્ય મહેશ વસાવા ગૃહની બહાર નીકળ્યા હતા. આ ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રશ્નોત્તરીકાળ છોડીને બહાર નીકળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર પણ ગૃહમાંથી બહાર નીકળતા અનેકવિધ ચર્ચા ચકડોળે ચઢી હતી. મહેશ વસાવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર પણ હાજર રહ્યાં હતા.

કોર કમિટીની બેઠક બાદ મત કોને આપવો તે નક્કી કરાશેઃ મહેશ વસાવા

મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ બન્ને અમારી માટે સરખા છે. કોંગ્રેસના કે ભાજપના ઉમેદવારને મત આપવા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. બીટીપીની 24 માર્ચના રોજ કોર કમિટીની બેઠક મળવાની છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. ભાજપના એકપણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ નહીં કરે, કોંગ્રેસ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીટીપી અને એનસીપી ભાજપના ઉમેદવારને મત આપશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી