જોડાણ / બીએસઈ અને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ વચ્ચે કોમ્યુનિકેશન ચેનલ વિકસાવવા માટે કરાર થયા

BSE signs MoU with Shanghai Stock Exchange

  • આ કરારથી ફાઇનાન્સિયલ સર્વિસીસ ઉદ્યોગને ફાયદો થશે
  • ઓફશોર RMB ઉત્પાદનો માટે સંયુક્ત ટ્રેડિંગ પ્લેટફોર્મ બનાવશે

Divyabhaskar.com

Jul 22, 2019, 04:46 PM IST

અમદાવાદ: બીએસઈએ ચાઇના અને ભારતના નાણાંકીય સેવા ઉદ્યોગના ફાયદા માટે પક્ષકારો વચ્ચેના સતત સંબંધોને પ્રોત્સાહિત કરવા માટે શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ સાથેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. બીએસઈના એમડી અને સીઈઓ આશીષકુમાર ચૌહાણ જણાવે છે કે, બીએસઇ-શાંઘાઈ જોડાણથી વૈશ્વિક રોકાણકારોને ફાયદો થશે, પક્ષો વચ્ચે સહકારને સરળ બનાવશે અને માહિતીના વિનિમયના સંકલનને સક્ષમ બનાવશે.

આ એમઓયુ અંતર્ગત એકબીજાના બજારમાં પ્રવૃત્તિઓ સમજવા માટે ભારત અને ચીનના એક્સચેન્જો સહકાર માટે સહમત થયા છે. બંને પક્ષો વૃદ્ધિ બજારોના ક્ષેત્રમાં વધુ સહકારની શક્યતા અને નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને ટેકો આપવા, ડ્યુઅલ લિસ્ટિંગ, ફિક્સ્ડ આવક બજારનો વિકાસ, ઓફશોર આરએમબી ઉત્પાદનો માટે સંયુક્ત ટ્રેડિંગ પ્લેટફોર્મનો વિકાસ કરવા માટે સંયુક્ત સંશોધન હાથ ધરશે. આ ઉપરાંત આઇટી સિસ્ટમ પર વહેંચણી અને સહકારના અનુભાવનું પણ આદાન પ્રદાન થશે.

X
BSE signs MoU with Shanghai Stock Exchange
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી