• Home
  • Utility
  • Automobile
  • BS6 Eco CNG launches; Starting price Rs.4.64 lakh, 6.7 lakh units of Suzuki Eco have been sold since 2010

ઈકો CNG / BS6 ઈકો CNG લોન્ચ; પ્રારંભિક કિંમત રૂ.4.64 લાખ, 2010થી અત્યાર સુધી સુઝુકી ઈકોના 6.7 લાખ યુનિટ વેચાયા છે

BS6 Eco CNG launches; Starting price Rs.4.64 lakh, 6.7 lakh units of Suzuki Eco have been sold since 2010

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 11:45 AM IST

ઓટો ડેસ્ક. મારુતિ સુઝુકીએ પોતાની બેસ્ટ સેલિંગ MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) ઈકો સીએનજીનું BS6 મોડેલ લોન્ચ કર્યું છે. સૌથી ખાસ વાત એ છે કે, તેમાં હવે ફેક્ટ્રી એસ-ફિડેટ CNG કિટ મળશે. તે ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 4.46 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 5.06 લાખ રૂપિયા છે. પહેલાની જેમ જ CNGવેરિઅન્ટ કોમર્શિયલ અને પ્રાઈવેટ બંને પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે, તે 5 સીટર (ટૂર-વી) અને કાર્ગો વેન ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

ભારતમાં જાન્યુઆરી 2010માં સુઝુકીએ ઈકોને લોન્ચ કરી હતી.ત્યારથી લઈને અત્યાર સુધી તેના 6.7 લાખ યુનિટ વેચાયા છે. MPV સેગમેંટમાં તેના માર્કેટ શેર 87 ટકા છે આ વાત પરથી તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.


ઈકો CNG BS6: કિંમત અને સેફ્ટી ફિચર્સ

ઈકો CNGના ટૂર-વી (કોમર્શિયલ) વેરિઅન્ટની કિંમત 4.94 લાખ રૂપિયા છે. તેમજ તેના 5 સીટર ઓપ્શનની કિંમત 4.95 લાખ રૂપિયા છે. બંને વેરિઅન્ટમાં એસી હશે. સાથે સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર તરીકે ડ્રાઈવર સાઈડ એરબેગ્સ, ABS,ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાઈન્ડર, રિવર્સ પાર્કિંગ સેન્સર અને સ્પીડ અલર્ટ સિસ્ટમ છે.

કોમર્શિયલ ગ્રાહકો CNG ઈકોનું કાર્ગો વેન ઓપ્શન પણ પસંદ કરી શકે છે. તેની એક્સ શોરૂમ કિંમત 4.64 લાખ રૂપિયા છે, જેમાં એસી નહીં હોય જ્યારે એસી લગાવવા પર તેની કિંમત5.06 લાખ રૂપિયા થઈ જશે.

1 એપ્રિલથી લાગુ થનાર નવા એમિશન નોર્મ્સને જોતા કંપની ઝડપથી પોતાની લાઈનઅપ અપગ્રેડ કરી રહી છે. કંપનીએ થોડા સમય પહેલાં ઈકોનુ પેટ્રોલ વેરિઅન્ટ BS6માં અપડેટ કર્યું છે. જો કે, એક-પ્રેસો, વેગનઆર અને અર્ટિગા બાદ ઈકો કંપનીની ચોથી કાર છે, જેના CNG મોડેલને BS66માં અપડેટ કરવામાં આવ્યું છે.

X
BS6 Eco CNG launches; Starting price Rs.4.64 lakh, 6.7 lakh units of Suzuki Eco have been sold since 2010

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી