ન્યૂ લોન્ચ / BS-6 ધોરણ માન્ય હોન્ડા એક્ટિવા 125 લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 67,490 રૂપિયા

BS-6 standard Honda Activa 125 launches, starting at Rs 67,490

Divyabhaskar.com

Sep 11, 2019, 05:40 PM IST

ઓટો ડેસ્કઃ હોન્ડાએ માર્કેટમાં BS6 માન્ય Activa 125 સ્કૂટર લોન્ચ કરી દીધું. આ કંપનીનું પહેલું BS-6 ધોરણોનુસાર ટૂ-વ્હીલર છે. નવું એક્ટિવા ત્રણ વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ, એલોય અને ડિલક્સમાં ઉપલબ્ધ છે. તેમની કિંમત અનુક્રમે, 67,490 રૂપિયા, 70,990 રૂપિયા અને 74,490 રૂપિયા છે. BS-6 માન્ય Honda Activa 125ની પ્રારંભિક કિંમત BS-4વાળાં એક્ટિવાનાં ડિસ્ક વેરિઅન્ટથી 2,478 રૂપિયા વધારે છે. BS-4 એક્ટિવાનાં ડિસ્ક વેરિઅન્ટની કિંમત 65,012 રૂપિયા છે.

નવાં એક્ટિવામાં BS-6, 124cc, ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન આપ્યું છે, જે 6,500 rpm પર 8.1 bhp પાવર જનરેટ કરે છે. BS-4 મોડલની સરખામણીએ તેનું પાવર આઉટપુટ ઓછું છે. BS-4 મોડેલનું એન્જિન 6,500 rpm પર 8.52 bhp પાવર જનરેટ કરે છે. BS-6 એમિશન નોર્મ્સ ધરાવતું આ નવું એક્ટિવા BS-4 ફ્યુઅલ પર પણ ચલાવી શકાય છે. કંપનીનો દાવો છે કે, નવાં એક્ટિવા 125ની એવરેજ BS-4ના વર્તમાન મોડલથી વધુ છે. આ સાથે પ્રદૂષણ પણ ઘટશે.

ફીચર્સ
હોન્ડાએ નવાં એક્ટિવામાં જૂનાં મોડલની સરખામણીએ કેટલાક નવાં ફીચર્સ સામેલ કર્યાં છે, જેમાં નોઇઝલેસ સ્ટાર્ટર સિસ્ટમ, ડિજિટલ એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને આઇડલ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ સામેલ છે. નવાં ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં રિયલ ટાઇમ માઇલેજ અને રેન્જની જાણકારી પણ મળશે.

સાઇડ સ્ટેન્ડ ડાઉન તો સ્કૂટર શરૂ નહીં થાય
BS-6 માન્ય એક્ટિવામાં સાઇડ સ્ટેન્ડ ડાઉન ઈન્ડિકેટર આપવામાં આવ્યું છે. આ સાથે તેમાં એ પણ ફીચર આપવામાં આવ્યું છે કે જો સાઇડ સ્ટેન્ડ ડાઉન હશે તો સ્કૂટર સ્ટાર્ટ નહીં થાય. આ ઉપરાંત, તેમાં ફ્રંટ ગ્લવ બોક્સ અને એક્સટર્નલ ફ્યુઅલ ફિલર કેપ પણ આપવામાં આવી છે.

લુક
નવાં એક્ટિવા 125ને 4 કલરમાં માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે. ફ્રેશ લુક આપવા માટે મોડલમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. તેની હેડલાઇટ અને ફ્રંટ લુક શાર્પ બનાવવામાં આવ્યા છે. એપ્રનની ડિઝાઇનમાં હળવો ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ સાઇડ પેનલ્સ પર ક્રોમ ફિનિશ આપવામાં આવ્યું છે.

X
BS-6 standard Honda Activa 125 launches, starting at Rs 67,490
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી