જૂનાગઢ / બીલખામાં ભાભીને જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કરીને દિયરે દુષ્કર્મ આચર્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 'તારી બેન નહિં તો તું તેમ કહી' દિયરે દુષ્કર્મ આચર્યું

Divyabhaskar.com

Oct 18, 2019, 11:21 AM IST

જૂનાગઢ:બીલખામાં નરાધમ દિયરે તેની ભાભીની બહેન સાથે પોતાની સગાઇ કરાવવા માટે ભાભીને જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કરી તેણી પર દુષ્કર્મ ગુજારતા ભારે ચકચાર મચી ગઇ છે. આ અંગે ભોગ બનનાર પરિણીતાએ ફરીયાદ નોંધાવતા બીલખા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પરિણીતાની ફરિયાદના આધારે પોલીસ તપાસ તેજ
બનાવની વિગત અનુસાર જૂનાગઢ નજીકનાં બીલખાના ગૌતમનગરમાં પરિવાર સાથે રહેતી એક પરિણિતા ગત તા. 16 તારીખે સાંજના પાંચેક વાગ્યે તેના ઘરે એકલી હતી. ત્યારે પરિણીતાના દિયરે તેની બહેન સાથે પોતાની સગાઇ કરવા માટે કહ્યું હતું. જેથી પરિણીતાએ કહ્યું કે હું મારા બાપુજી સાથે વાત કરીને કહીશ. જે બાબતથી નારાજ દિયરે તેની ભાભીને ઢીકાપાટુનો અને પટ્ટાથી માર મારી અને વધુ ઉશ્કેરાઇ જઇને ભાભી ઉપર કેરોસીન છાંટી લાઇટર વડે આગ ચાપી જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કરતા ભાભી ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેમજ ફરી દિયરે સગાઇની વાત ઉખેડીને અને તે બાબતનું મનદુઃખ રાખી 'તારી બેન નહિં તો તું તેમ કહી' ભાભી સાથે શરીર સબંધ બાંધી નરાધમ દિયરે બળાત્કાર ગુજાર્યો હતો. જેથી સમગ્ર મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી