કચ્છ / અલભ્ય પક્ષીની પ્રજાતિ ઘોરાડનું બ્રીડિંગ સેન્ટર બનશે

breeding center of Ghorad

  • કચ્છમાં વસ્તી છેલ્લી છ ‘વહાલી દીકરી’ઓની વહારે મુખ્યમંત્રી

Divyabhaskar.com

Dec 13, 2019, 08:38 AM IST
લાખોંદઃ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડની 18મી બેઠક યોજાઈ હતી, જેમાં કચ્છનો મુદ્દો ચર્ચાયો હતો. ઘોરાડ અને ખડમોર પક્ષીના સંવર્ધન માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. મુખ્યમંત્રીએ રાજ્યમાં માત્ર કચ્છમાં જોવા મળતી અલભ્ય પક્ષીની પ્રજાતિ ઘોરાડ અને ખડમોર માટે સ્ટેટ ઓફ ધ આર્ટ બ્રીડીંગ સેન્ટર પીપીપી ધોરણે ઉભું કરવા ડી.પી.આર, સ્થળ નિયત અને સર્વે ત્વરાએ હાથ ધરવા વનવિભાગને સૂચન કર્યું હતું. આ સાથે ખાસ કરીને કચ્છમાં ઘોરાડ પક્ષીને હાઈટેંશન વીજવાયરોથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવા હેતુસર વીજલાઇન અંડરગ્રાઉન્ડની સંભાવના ચકાસવા પણ જણાવ્યું હતું.
વનવિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાએ બેઠકમાં જણાવ્યું કે, ગુજરાત સેન્ટ્રલ એશિયાઈ ફલાયવેમાં આવે છે, જેથી યાયાવર પક્ષીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. આ યાયાવર પક્ષીઓને વીજવાયર અને પવનચક્કીઓથી અકસ્માત ન થાય તે માટે સ્ટ્રેટેજિક જગ્યાએ બર્ડ ડાયવર્ટર લગાવવાની પ્રક્રિયા વનવિભાગ આગામી દિવસોમાં હાથ ધરવાનું છે. અત્રે નોંધનીય છે કે,કચ્છમાં આ શક્યતાઓ બહુ જ વધી ગઈ છે.
ઘોરાડ સેન્ચ્યુરી સુપ્રિટેન્ડન્ટ ડો.તુષાર પટેલએ ભાસ્કરથી વાત કરતા જણાવ્યું કે, રાજ્યસરકારનો આ નિર્ણય આવકારદાયક છે અને ઘોરાડની પ્રજાતિ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે. જે સ્ટેટ ઓફ ધ આર્ટ બ્રીડીંગ સેન્ટર બનશે એ ન માત્ર ગુજરાત પણ વિશ્વ માટે પણ ટ્રેડમાર્ક રૂપી સાબિત થશે.
બેઠકમાં ચર્ચા વિચારણામાં હાજર રહેલા એડવાઈઝરી બોર્ડના સદસ્ય દેવેશભાઈ ગઢવીએ સી.એમને જણાવ્યું કે ઘોરાડની જેમ જ ખડમોર વિલુપ્તીના આરે છે,જે તક ઘોરાડની બાબતમાં ગુમાવી તે ખડમોરની બાબતમાં ન થવું જોઈએ. અને તાત્કાલિક ધોરણે ખડમોરનુ કૃત્રિમ પ્રજજન કેન્દ્ર ત્વરાએ બને તેવી રજૂઆત કરી હતી. જો કે ભાસ્કરથી વાત કરતા તેઓએ એ પણ કહ્યું કે,તાત્કાલિક ધોરણે ઘોરાડના વિસ્તારમાંથી વીજલાઈનો અંડરગ્રાઉન્ડ થવી જોઈએ.
2015માં કચ્છના હાથમાંથી ગયું, હવે ગુજરાત પોતે બનાવશે
દેહરાદૂન સ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2015માં સર્વે સહિતની કામગીરી કચ્છ અને રાજસ્થાનમાં કરાઈ હતી. કચ્છ બધી જ રીતે સક્ષમ હતું પણ ક્યાંક ને કયાંક આંતરરાજ્યની રાજનીતિમાં આ ઘોરાડનું કૃત્રિમ પ્રજનન કેન્દ્ર રાજસ્થાનના ફાળે ગયું હતું. કારણ કે તત્કાલીન વસુંધરા રાજે સરકારે ગુજરાતને ઘોરાડના ઈંડા આપવા માટે સાફ ઇન્કાર કરી દીધો હતો. ત્યારે ફરીથી ચાર વર્ષ બાદ આ સુવર્ણ તક કચ્છને મળી છે. આમ તો કચ્છમાં આ પ્રકારનું પ્રજજન કેન્દ્ર બનશે તે અતિ મહત્વની બાબત છે,જો કે કાગળિયા પરથી હકીકતમાં ઉતરે તો ઘોરાડ અને ખડમોરનુ સાચું સંવર્ધન થઇ શકશે.
X
breeding center of Ghorad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી