તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Breaking The Main Gate Of Ram Temple In Kidana And Stealing Property Worth Rs 49,200, Smuggling Of Malara Mahadev Temple In Anjar Has Not Been Caught.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:કિડાણાના રામ મંદિરનું મુખ્ય દ્વાર તોડી 49,200ની માલમતાની ચોરી, અંજારના માલારા મહાદેવ મંદિરની તસ્કરી પકડાઈ નથી ત્યાં.

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે ગત રાત્રે રામ મંદિરના મુખ્ય દરવાજાને તોડી રૂ.49,200ની માલમતાની ચોરી થઈ હતી. તાજેતરમાં અંજારના માલારા મહાદેવ મંદિરમાં થયેલી તસ્કરીનો ભેદ નથી ઉકેલાયો ત્યાં જ બીજા ધર્મ સ્થાનને ઉઠાવગીરોએ અભડાવતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

કિડાણાના લોહાણા વાસમાં આવેલા રામ મંદિરના પૂજારી રાજેશ દાનિધારીયાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર રોજની જેમ ગત રાત્રે પૂજા-આરતી પછી મંદિરના દ્વાર બંધ કરી દીધા હતા. મોડી રાત્રે તેઓ પોતાની ઓરડીમાં સૂઈ ગયા બાદ પરોઢે 5 વાગ્યે જાગ્યા ત્યારે મંદિરનો મુખ્ય દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો.

પીત્તળની 6 મૂર્તિઓ પણ ચોરાઈ
પોલીસ ફરિયાદ અનુસાર મંદિરમાં રહેલી રામ, લક્ષ્મણ, જાનકીની મૂર્તિઓ પરના સોનાનો ઢોળ ચડાવેલા બે-બે હાર, હનુમાનજી અને ઝુલેલાલની મૂર્તિ પરનો એક-એક હાર ઉપરાંત અલગ અલગ ભગવાનની પીત્તળની 6 મૂર્તિઓ , ચાંદીના હાથાવાળો વિંઝડો, પીત્તળની ત્રણ આરતી, દિવડા વગેરે ચીજ વસ્તુઓ ચોરાઈ ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો