તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇબર ક્રાઇમ:સગાઈ તૂટતાં ડોક્ટર યુવતીએ મંગેતર અને તેની ગર્લફ્રેન્ડને ધમકીઓ આપી

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • VSમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરને ધમકીભર્યા ઇ-મેલ કર્યા
  • ફરિયાદ થતાં ધમકી આપનાર પાટણની યુવતીની ધરપકડ

‘એણે મારી બેનને મારી નાખી, તું પણ એક છોકરી છે, તને કંઈ સંવેદના નથી થતી’, ‘જો તું તારી વાઇફ રાધિકાનું નામ-એડ્રેસ મને નહીં આપે તો મારે ડોક્ટર રુચિ પટેલને કહેવું પડશે. પૈસા પહોંચતા કર તું.’, ‘એમ નહીં માને તું હવે તું જો’.

વીએસ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા અને પાલડીની ન્યૂ બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં રહેતા ડો. મેહુલ મહેતા અને અને તેમની સ્ત્રી મિત્ર રાધિકા મારફતિયાને બનાવટી મેલ એડ્રેસ પરથી ધમકી આપી તેમ જ બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરનારી પાટણની મહિલા તબીબ વિધિ શાહની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી મહિલા તબીબની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મેહુલ અને વિધિની સગાઈ થઈ હતી, પરંતુ મનમેળ નહીં રહેતાં સગાઈ તૂટી ગઈ હતી, જેથી ડોક્ટરને હેરાન કરવા માટે આ પ્રકારે ધમકીભર્યા મેલ મોકલ્યા હતા.

યુવતી બનાવટી આઈડીથી મેઇલ કરતી હતી
સાઇબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, વિધિ શાહે ડેન્ટલનો અભ્યાસ પૂરો કર્યો છે અને હાલમાં ડેન્ટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહી છે. જ્યારે તેના પિતા રશ્મિકાંત શાહ પાટણમાં સર્જન છે. જોકે મેહુલ સાથે મનદુ:ખ થયું હોવાથી તેને હેરાન કરવા માટે ડોક્ટર વિધિ જાતે જ તેને મેલ કરતી હતી, જેમાં વિધિના પરિવારના અન્ય કોઈ સભ્યની સંડોવણી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો