તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:બ્રાન્ડેડ, કાપડના માસ્ક જોખમી એફડીએનો સરકારને પત્ર

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવા માસ્કના માપદંડો અને કિંમતો નિશ્ચિત કરવા માટે સરકારને જણાવ્યું

કોરોનાના સંકટમાં પણ લોકોએ ડિઝાઈનર માસ્ક, કપડાંને મેચિંગ માસ્ક, સાડીઓ અને ડ્રેસને મેચિંગ માસ્કનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જ્યારે બ્રાન્ડેડ વસ્તુઓના શોખીનો બ્રાન્ડેડ કંપનીઓના માસ્ક ઉપયોગ કરવા લાગ્યા છે. સામાન્ય રીતે લોકો ઘરગથ્થુ કાપડના માસ્ક વાપરતા જોવા મળે છે.

જોકે આ માસ્કને લીધે કોરોનાના જીવાણુઓથી રક્ષણ મળતું હોવાનું વૈજ્ઞાનિક દષ્ટિથી સિદ્ધ થયું નથી. આથી આ માસ્કના માપદંડો અને કિંમતો નક્કી કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટેશન (એફડીએ) દ્વારા રાજ્ય સરકારને પત્ર દ્વારા જાણ કરાઈ છે.વિદેશમાં કોવિડની બીજી લહેર આવી ચૂકી છે. દિલ્હી સહિત અન્ય અમુક રાજ્યોમાં કોરોનાનું જોખમ વધ્યું છે. મુંબઈ સહિત રાજ્યમાં પણ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે.

દેશ સાથે રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવવાનો ડર છે. આ પાર્શ્વભૂમિમાં એફડીએના કમિશનર અભિમન્યુ કાળેએ માસ્કની કિંમતો પર નિયંત્રણ બાબતે રાજ્ય આરોગ્ય બાંયધરી સોસાયટીના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ અને માસ્ક અને સેનિટાઈઝરની કિંમત નક્કી કરવા માટે સ્થાપવામાં આવેલી સમિતિના અધ્યને પત્ર મોકલ્યો છે. તેમાં બ્રાન્ડેડ માસ્ક અને કાપડના માસ્કની કિંમતો અને માપદંડોનો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે. ટુ-પ્લાય, થ્રી-પ્લાય અને એન-95 ઉપરાંત અન્ય અલગ અલગ પ્રકારના અને અલગ અલગ કંપનીઓના માસ્ક બજારમાં ઉપલબ્ધ છે.

રાજ્ય સરકારે માસ્કની કિંમતો નિયંત્રિત કરી છે. જોકે હાલમાં બ્રાન્ડેડ કાપડના માસ્ક અને ઘરગથ્થુ માસ્ક માટે કોઈ પણ માપદંડ નથી. આ માસ્કને સરકારે નિર્ધારિત કરેલી કિંમતો લાગુ થતી નથી. સામાન્ય નાગરિકો કોરોનાના જીવાણુથી રક્ષણ કરવા માટે મોટે પાયે કાપડના માસ્ક વાપરે છે. જોકે આ માસ્ક બાબતે માપદંડો નિર્ધારિત નથી. માસ્કનો ઉપયોગ કોઈ પણ પરિસ્થિતિમાં કરવો એ બાબતે આરોગ્ય વિભાગે માર્ગદર્શક ધોરણો જાહેર કર્યાં નથી અને આ માસ્કની કિંમતો પર પણ નિયંત્રણ નથી. આથી માસ્ક અને સેનિટાઈઝરની કિંમતો નિશ્ચિત કરનારી સમિતિએ આ બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવો એવી વિનંતી પત્ર દ્વારા કરવામાં આવી છે.

માસ્કની ટ્રાયલ જોખમી : આજકાલ દરજીની દુકાનથી લઈને રસ્તાઓ પર ફેરિયાઓ, તૈયાર કપડાની દુકાનોમાં પણ કાપડના માસ્ક મળે છે. અનેક લોકો માસ્કની ટ્રાયલ પણ લે છે. કાપડ પર, ચહેરા પર માસ્ક કેવા દેખાય છે તે તપાસે છે. જો મેચિંગ નહીં થાય તો પાછા આપી દે છે. જોકે માસ્કની ટ્રાયલ અત્યંત જોખમી છે, એમ પણ પત્રમાં જણાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો