તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રિમાન્ડ:10 લાખ લાંચ કેસમાં બંને આરોપીને 3 દિનના રિમાન્ડ

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DEOની તબિયત બગડતા હોસ્પિટલમાં

તાપી જિલ્લા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ભરત કુમાર એમ.પટેલ એ વ્યારાના વીરપુર ગામ ખાતે આવેલી વિધાકુંજ શાળાની માન્યતા રદ નહિ કરવા 10 લાખ ના લાંચની ડિમાન્ડ કરી હતી.જે એસીબીએ ગોઠવેલા છટકાની ગંધ આવી જતા જિલ્લા શિક્ષણ અધિકારી બી. એમ. પટેલ વતી પૈસા લેવા ગયેલ કલાર્ક પૈસા લીધા વગર ભાગી ગયા હતા. ટેલિફોનિક અને વીડિયોના પુરાવાના આધારે તાપી એસીબીએ ધરપકડ કરી.જે પ્રકરણમાં રવિવારના રોજ બંને આરોપીઓને વ્યારા કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રીમાન્ડની માંગ કરી હતી.

નામદાર જજ દ્વારા 3 દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રવિવારે એસીબીએ બંને આરોપીને વ્યારા ઈન્ચાર્જ સ્પે. એસીબી જજની કોર્ટમાં રજૂ કરી 5 દિનના રિમાન્ડની માંગ કરી હતી. નામદાર જજ દ્વારા બુધવારે બપોર સુધીના 3 દિનના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વ્યારા એસીબીએ બંને આરોપીઓના ઓડીઓ અને અન્ય પુરાવા સુરત અને ગાંધીનગર એફએસએલમાં મોકલવા તેમજ આ પ્રકરણમાં અન્ય કોણ કોણ છે તે જાણવા રિમાન્ડ માગ્યા હતા.

બ્લડ પ્રેશર વધતા એડમિટ
આરોપી ડીઈઓને વ્યારા કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને શારીરિક ચેકઅપ માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું પ્રેશર વધારે આવતાં સારવાર માટે એડમીટ કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો