અપકમિંગ / હોન્ડાની નવી SUV WR-Vનું બુકિંગ શરૂ, ₹21 હજાર આપીને બુક કરાવી શકાશે

Booking for Honda's new SUV WR-V begins

Divyabhaskar.com

Mar 08, 2020, 12:09 PM IST

ઓટો ડેસ્કઃ હોન્ડા ઇન્ડિયન માર્કેટમાં તેની ક્રોસઓવર SUV WR-Vનું ફેસલિફ્ટ મોડેલ લાવી રહી છે. કંપનીએ નવી Honda WR-Vનું બુકિંગ શરૂ કરી દીધું છે. 21 હજાર રૂપિયા આપીને હોન્ડાની ડિલરશીપ પરથી આ કાર બુક કરાવી શકાશે. કંપનીનું કહેવું છે કે, નવી WR-V આ મહિનાના અંત સુધીમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. જો કે, લોન્ચિંગ ડેટ હજી જાહેર નથી થઈ.

એક્સટિરિયર ડિટેલ્સ
હોન્ડા WR-V ફેસલિફ્ટના એક્સટિરિયરમાં થોડા ફેરફાર જોવા મળશે, જેમાં નવી ગ્રિલ, રિવાઇલ્ડ બંપર અને નવા ફોગ લેમ્પ હાઉસિંગ સામેલ છે. હોન્ડાએ કહ્યું કે, આ ક્રોસઓવર SUVનું નવું મોડેલ LED પેકેજ સાથએ આવશે, જેમાં ઇન્ટિગ્રેટેડ DRL સાથે એડવાન્સ્ડ LED પ્રોજેક્ટર હેડલેમ્પ, નવા LED ફોગ લેમ્પ અને નવા LED રિઅર કોમ્બિનેશન લેમ્પ હશે.

એન્જિન
Honda WR-V ફેસલિફ્ટમાં BS6 કમ્પ્લાયન્ટ 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટરનું ડીઝલ એન્જિન મળશે. પેટ્રોલ એન્જિન 89bhp પાવર અને 110Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે ડીઝલ એન્જિન 99bhp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે.

કિંમત
નવી WR-Vની કિંમત કરન્ટ મોડેલ કરતાં 7થી 8 હજાર રૂપિયા વધારે રહેવાની શક્યતા છે. અત્યારે આ કારની કિંમત 8.08 લાખથી 10.48 લાખ રૂપિયા વચ્ચે છે. WR-V ફેસલિફ્ટની ટક્કર માર્કેટમાં મારુતિ બ્રેઝા, ટાટા નેક્સન, મહિન્દ્રા 300, હ્યુન્ડાઇ વેન્યૂ અને ફોર્ડ ઇકોસ્પોર્ટ સાથે થશે.

X
Booking for Honda's new SUV WR-V begins

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી