• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Book laggage scheme at Tejas costing from Rs 90 to Rs 100 in 'Tejas', despite being allowed to carry a weight of 35 kg on the train.

સુવિધા / ટ્રેનમાં 35 કિલો સુધી વજન લઈ જવા છૂટ છતાં ‘તેજસ’માં કિલોએ રૂ.90થી રૂ.100ના ભાવે ‘બુક બેગેજ’ યોજના

તેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીર
તેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીર

  • બુકિંગ કરાવનારના ઘરેથી લગેજ લઈ જઈ ઉતરવાના સ્થળ સુધી પહોંચાડવાની સુવિધા

Divyabhaskar.com

Jan 19, 2020, 01:54 AM IST

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદ: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ શરૂ કરેલી ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસમાં પેસેન્જરો લગેજ ફ્રી મુસાફરી કરી શકે તે માટે ‘બુક બેગેજ’ સુવિધા શરૂ કરાઈ છે. આ સુવિધામાં લગેજ બુક કરાવનાર પેસેન્જરના ઘરેથી લગેજ લઈ જઈ પેસેન્જર ઉતારાના જે સ્થળે કહે તે સ્થળે તે પહોંચાડવામાં આવશે. ટ્રેનમાં 35 કિલો સુધી વજન લઈ જવાની છૂટ છે ત્યારે આ સુવિધા માટે પેસેન્જરે કિલોદીઠ રૂ.90થી 100 ચાર્જ ચૂકવવો પડશે.

પેસેન્જરના ઘરેથી લેગેજ લઈ જશે
આઈઆરસીટીસીના અધિકારીએ જણાવ્યું કે, તેજસના પ્રવાસીઓ માટે શરૂ કરાયેલી આ સુવિધાનો લાભ આગામી દિવસોમાં અન્ય ટ્રેનના પ્રવાસીઓ માટે તેમજ ફ્લાઈટના પેસેન્જરો માટે પણ શરૂ કરાશે. પરિવાર સાથે કે ગ્રૂપમાં મુસાફરી કરતા પેસેન્જરો મોટાભાગે લગેજ વગર મુસાફરી કરવા ઈચ્છે છે. એજરીતે ફ્લાઈટમાં જતી વખતે બેગેજ ચેકિંગ માટે લાઈનમાં ઉભા રહેવાથી છૂટકારો મેળવવા માટે શરૂ થયેલી આ નવી બુક બેગેજ સુવિધામાં પેસેન્જરના ઘરેથી લગેજ લઈ તેના નિયત સ્થળે લગેજ પહોંચાડવામાં આવે છે.

બુક બેગેજ એપ કે સાઈટ પર બુકિંગ થશે
લગેજ મોકલવા માટે બુક બેગેજ એપ કે વેબસાઈટ પર બુકિંગ કરાવી શકાશે
અધિકારીએ જણાવ્યું કે, બુક બેગેજ મોબાઈલ એપ કે બુકબેગેજ ડોટ કોમ વેબસાઈટ પર જઈ પેસેન્જરો પોતાનું લગેજ બુક કરાવી શકશે. બુક બેગેજની મદદથી બુક થયેલ લગેજ ઇન્સ્યોરન્સની સુવિધા સાથે પહોંચાડાશે.

QR કોડ વગર બેગેજ સોંપાશે નહીં
બુક બેગેજ દ્વારા લગેજ બુક કરાવવા માટે પેસેન્જરે વેબસાઈટ કે એપ ઓપન કરી લોગિન કરવાનું રહેશે. લોગિન થતા પેેસેન્જરે આપેલ સરનામે અને મોબાઈન નંબર પર કર્મચારી પહોંચી જશે. તે લગેજનું વજન કરી ચાર્જ જણાવશે અને જો પેસેન્જર લગેજ બુક કરે તો લગેજ સંપૂર્ણ સુરક્ષા સાથે લઈ જશે. વધુમાં પેસેન્જરને ક્યુઆર કોડ આપવામાં આવશે. આ કોડ બતાવ્યા બાદ જ પેસેન્જરને કે તેના સંબંધીને લગેજની ડિલિવરી આપવામાં આવશે. ક્યુઆર કોડથી લગેજ ક્યાં પહોંચ્યું છે તેનું ટ્રેકિંગ પણ કરી શકાશે.

એક માણસના ભાડાં જેટલો ચાર્જ
તેજસ એક્સપ્રેસ માટેની બુક બેગેજ સુવિધાનો લોકો લાભ લેશે કે કેમ તે શંકાસ્પદ છે. વધુમાં આ સુવિધાનો ચાર્જ વધુ છે. જો કોઈ પેસેન્જર સામાન્ય 10 કિલોગ્રામ વજનનું લગેજ બુક કરાવે તો પણ તેને 900થી 1000 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.જો પેસેન્જર 20 કિલો વજન બુક કરાવે તો 2 હજાર એટલે કે માણસના ભાડાં જેટલો ખર્ચ થાય.

X
તેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીરતેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી