અકસ્માત / બોની કપૂરે કહ્યું, શબાનાજીને થોડો દુખાવો થાય છે પરંતુ હવે તેઓ આઉટ ઓફ ડેન્જર છે

બોની કપૂર, શબાના આઝમી (અકસ્માત સમયે)
બોની કપૂર, શબાના આઝમી (અકસ્માત સમયે)
અધૂના (ફરહાન અખ્તરની પહેલી પત્ની), હની ઈરાની (જાવેદ અખ્તરના પહેલા પત્ની)
અધૂના (ફરહાન અખ્તરની પહેલી પત્ની), હની ઈરાની (જાવેદ અખ્તરના પહેલા પત્ની)
આશુતોષ ગોવારિકર તથા અન્ય, જાવેદ અખ્તર
આશુતોષ ગોવારિકર તથા અન્ય, જાવેદ અખ્તર
જીતેન્દ્ર, ફરાહ ખાન
જીતેન્દ્ર, ફરાહ ખાન
શિબાની દાંડેકર, ફરહાન અખ્તર
શિબાની દાંડેકર, ફરહાન અખ્તર
સુનીતા કપૂર (અનિલ કપૂરની પત્ની), છગન ભૂજબળ (કોંગ્રેસી નેતા)
સુનીતા કપૂર (અનિલ કપૂરની પત્ની), છગન ભૂજબળ (કોંગ્રેસી નેતા)
ઝોયા અખ્તર માતા હની ઈરાની સાથે
ઝોયા અખ્તર માતા હની ઈરાની સાથે

Divyabhaskar.com

Jan 20, 2020, 11:56 AM IST

મુંબઈઃ શનિવાર, 18 જાન્યુઆરીના રોજ મુંબઈ-પૂના એક્સપ્રેસ વે પર બપોરના 3.30 વાગ્યાની આસપાસ શબાના આઝમીનો અકસ્માત થયો હતો. તેમની કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જાવેદ અખ્તર બીજા કારમાં હતાં. શબાના આઝમી બેક સીટમાં સેફ્ટી બેલ્ટ પહેરીને સૂતા હતાં. થિયેટરના દિગ્ગજ એક્ટર તથા ફેમિલી ફ્રેન્ડ અતુલ તિવારીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં આ બાબત કહી હતી. તો બીજી બાજુ બોની કપૂર તથા સતિષ કૌશિક હોસ્પિટલમાં શબાનાની તબિયત જોવા ગયા હતાં અને તેમણે અન્ય મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શબાનાની તબિયત હવે એકદમ સ્થિર છે. તેઓ વાતચીત કરે છે. બીજા દિવસે પણ બોલિવૂડ સેલેબ્સ શબાના આઝમીની ખબર કાઢવા કોકિલાબેન હોસ્પિટલ ગયા હતાં.

શું કહ્યું અતુલ તિવારીએ?
અતુલ તિવારીએ કહ્યું હતું, શબાનાજી એકદમ ઠીક છે. સંયોગ સારો હતો કે અકસ્માત સમયે તેઓ કારની બેક સીટમાં સૂતા હતાં અને સીટ બેલ્ટ પણ લગાવેલો હતો. ડ્રાઈવરને પણ કંઈ થયું નથી કારણ કે તેની એર બેગ ખુલી ગઈ હતી. શબાનાજી બેક સીટ પર હોવા છતાંય સીટ બેલ્ટ પહેર્યો હતો. જેને કારણે તેમને વધુ ઈજા થઈ નહીં. જો બેલ્ટ ના પહેર્યો હોત તો તેમને વધુ ઈજા થાત તે નક્કી હતું. સામાન્ય ઈજા છે અને હવે બધું સારું છે. કોકિલાબેન હોસ્પિટલમાં સીટી સ્કેન થઈ ગયો છે અને હવે તેઓ આઉટ ઓફ ડેન્જર છે.

જાવેદ અખ્તર બીજી કારમાં હતાં
વધુમાં અતુલ તિવારીએ કહ્યું હતું, જાવેદ સાહેબ તથા શબાના એક કારમાં નહોતાં. તેઓ બીજી કારમાં હતાં. બધા મુંબઈથી ખંડાલા વીકેન્ડ મનાવવા જતા હતા. પૂરો પરિવાર નહોતો પરંતુ જાવેદ સાહેબના કેટલાંક મિત્રો સાથે હતાં. શબાનાજી ઘણાં જ થાકી ગયા હતાં અને તેમણે જ કહ્યું હતું કે તેઓ વચ્ચેવાળી કારમાં સૂઈ જશે. બે ત્રણ દિવસથી પાર્ટીઓ ચાલતી હોવાથી તેઓ થાકેલા હતાં. ડ્રાઈવરને પણ કદાચ ઝોકું આવી ગયું હોય અને તેની ભૂલને કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે. ડોક્ટરે શબાનાજીને 48 કલાક અન્ડર ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે.

બોની કપૂરે શું કહ્યું?
બોની કપૂરે અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ડોક્ટર્સના મતે, શબાનાજી હવે જોખમની બહાર છે. તેમને થોડો દુખાવો થાય છે પરંતુ બાકી બધું બરોબર છે. જાવેદસાહેબ તથા બાબા-તન્વી આઝમી સિવાય કોઈને પણ આઈસીયુમાં જવા દેતા નથી. શબાનાજી સામાન્ય વાતચીત પણ કરે છે અને લોકોને ઓળખે પણ છે. તેમને કોઈ ઈન્ટર્નલ ઈજા નથી, તે ચેક કરવા માટે તેમને હજી પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેઓ ફાઈટર છે અને આમાંથી જરૂર બહાર આવશે.

સતિષ કૌશિકે શું કહ્યું?
એકટર તથા ડિરેક્ટર સતિષ કૌશિકે કહ્યું હતું, શબાનાજીની તબિયત ધીમે ધીમે સારી થઈ રહી છે અને તેમના તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે. તેઓ જાવેદસાહેબને મળ્યાં હતાં અને તમામ હવે ચિંતા મુક્ત છે. ભગવાન ખરેખર ઘણો જ દયાળું છે.

X
બોની કપૂર, શબાના આઝમી (અકસ્માત સમયે)બોની કપૂર, શબાના આઝમી (અકસ્માત સમયે)
અધૂના (ફરહાન અખ્તરની પહેલી પત્ની), હની ઈરાની (જાવેદ અખ્તરના પહેલા પત્ની)અધૂના (ફરહાન અખ્તરની પહેલી પત્ની), હની ઈરાની (જાવેદ અખ્તરના પહેલા પત્ની)
આશુતોષ ગોવારિકર તથા અન્ય, જાવેદ અખ્તરઆશુતોષ ગોવારિકર તથા અન્ય, જાવેદ અખ્તર
જીતેન્દ્ર, ફરાહ ખાનજીતેન્દ્ર, ફરાહ ખાન
શિબાની દાંડેકર, ફરહાન અખ્તરશિબાની દાંડેકર, ફરહાન અખ્તર
સુનીતા કપૂર (અનિલ કપૂરની પત્ની), છગન ભૂજબળ (કોંગ્રેસી નેતા)સુનીતા કપૂર (અનિલ કપૂરની પત્ની), છગન ભૂજબળ (કોંગ્રેસી નેતા)
ઝોયા અખ્તર માતા હની ઈરાની સાથેઝોયા અખ્તર માતા હની ઈરાની સાથે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી