તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બોલીવૂડ- ડ્રગ્સ કનેકશન્સમાં NCBના દરોડા ચાલુ જ છે

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતી અને તેના પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઇ યુનિટ દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલી કોમેડિયન ભારતી સિંહ અને તેનો પટકથા લેખક પતિ હર્ષ લિંબચિયાને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સીઝ (NDPS) કોર્ટે 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં છે. એનસીબીએ રવિવારે તેમને કોર્ટમાં હાજર કર્યા હતા પછી ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી અને હર્ષના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં હતાં. એનસીબીની પૂછપરછ દરમિયાન ભારતીએ તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરતી હોવાની વાત કબૂલી હતી.

બીજી બાજુ ભારતી અને હર્ષના વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી પરની સુનાવણી સોમવારે થશે. આ સાથે એનસીબીએ રવિવારે પણ ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા કેટલાક લોકો પર દરોડા પાડવાનું ચાલુ જ રાખ્યું હતું. આગામી દિવસોમાં વધુ કેટલાક બોલીવૂડ અને ટીવી કલાકારોનાં નામો બહાર આવવાની શક્યતા છે.

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળની ટીમે 21 વર્ષના એક ડ્રગ તસ્કરની શુક્રવારે ધરપકડ કરી હતી. તસ્કરની પૂછપરછ દરમિયાન ભારતીનું નામ બહાર આવ્યું હતું. એ પછી શનિવારે સવારે આ દંપતીના મુંબઈ સ્થિત અંધેરી લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ભારતી અને હર્ષના ઘર અને ઓફિસમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ પછી બંનેને એનસીબી ઓફિસે સ્પષ્ટતા કરવા બોલાવ્યાં હતાં, જયાં બંનેએ પૂછપરછ દરમિયાન ગાંજાનું સેવન કરતાં હોવાનું સ્વીકારતાં ધરપકડ કરાઇ હતી.

ભારતીના ઘરેલુ સ્ટાફની પણ એનસીબીએ પૂછપરછ કરી હતી. એનસીબીએ ભારતીની 3.5 કલાક પૂછપરછ દરમિયાન તે ગાંજો લેતી હોવાનું કબૂલ્યું હતું. એ પછી તેની ધરપકડ કરાઇ હતી. હર્ષની શનિવાર મોડી રાત સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરાઈ હતી. એનડીપીએસ એક્ટની કલમ 1986 મુજબ ધરપકડ કરવામાં આવેલી ભારતીને એનસીબીના મહિલા સેલમાં આખી રાત રાખવામાં આવ્યા બાદ રવિવારે ભારતી અને હર્ષને કોર્ટમાં હાજર કરાતાં બંનેને 14 દિવસની જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો. ભારતીને ભાયખલાની જેલમાં મહિલા સેલમાં અને હર્ષને તળોજા જેલમાં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલીવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ચાલતા ડ્રગ્સ સેવનને નેસ્તનાબૂદ કરવા એનસીબી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એનસીબી પહેલા ડ્રગ તસ્કરોને ઝડપી અને તેના દ્વારા મળેલી ચોક્કસ માહિતીને આધારે બોલીવૂડ સેલિબ્રિટીઓનાં ઘરે સતત દરોડા પાડીને આ સમગ્ર ચેઇનનું પગેરું મેળવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો