તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Bollywood Films Jayeshbhai Jordaar And Toofan Exchange Release Dates

‘જયેશભાઈ જોરદાર’-‘તૂફાન’ની રિલીઝ ડેટ્સ એકબીજા સાથે એક્સચેન્જ, ‘સરદાર ઉધમ સિંહ’ આવતા વર્ષે રિલીઝ થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ યશરાજ ફિલ્મ્સ તથા એક્સેલ એન્ટરટેઈન્મેન્ટે સાથે મળીને આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ તથા ‘તૂફાન’ને એકબીજા સાથે રિલીઝ ડેટ્સ એક્સચેન્જ કરી છે. પહેલાં ‘જયેશભાઈ જોરદાર’ 18 સપ્ટેમ્બરે અને ‘તૂફાન’ બીજી ઓક્ટોબરે રિલીઝ થવાની હતી.

રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ હવે બીજી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. જ્યારે ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ 18 સપ્ટેમ્બરે રિલીઝ થશે. હવે, રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની ટક્કર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ સાથે થશે. ફરહાન અખ્તરની ફિલ્મ તાપસી પન્નુની ફિલ્મ ‘હસીન દિલરુબા’ સાથે ટકરાશે.

‘સરદાર ઉધમ સિંહ’ આવતા વર્ષે રિલીઝ થશે
વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી પરંતુ હવે તે આવતા વર્ષે 15 જાન્યુઆરીએ રિલીઝ થશે. વિકી કૌશલે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. 

રણવીર સિંહ ગુજરાતીના રોલમાં
ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ ગુજરાતી બન્યો છે. ફિલ્મમાં ‘અર્જુન રેડ્ડી’ ફૅમ શાલિની પાંડે છે. આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યો છે. 
ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ની વાત કરવામાં આવે તો ફિલ્મમાં એક્ટર પ્રોફેશનલ બોક્સરના રોલમાં છે. આ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મેહરા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ માટે ફરહાન અખ્તર છેલ્લાં એક વર્ષથી તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં ફરહાન ઉપરાંત પરેશ રાવલ, મૃણાલ ઠાકુર, ઈશા તલવાર જેવા કલાકારો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો