બોક્સ ઓફિસ / ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’એ બે દિવસમાં 20 કરોડ તો વિકી કૌશલની હોરર ફિલ્મે 10 કરોડની કમાણી કરી

bollywood film Shubh Mangal Zyada Saavdhan vs Bhoot Part One box office day 2

Divyabhaskar.com

Feb 23, 2020, 12:23 PM IST

મુંબઈઃ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ની બીજા દિવસની કમાણીમાં 20 ટકાનો વધારો થયા છે. આ ફિલ્મે બીજા દિવસે 11.08 કરોડની કમાણી કરી હતી. વિકી કૌશલની ફિલ્મ ‘ભૂત’ની કમાણીમાં નજીવો વધારો થયો હતો અને ફિલ્મે બીજા દિવસે 5.52 કરોડની કમાણી કરી હતી.

આયુષ્માનની ફિલ્મે બે દિવસમાં 20.63 કરોડની કમાણી
આયુષ્માન ખુરાના તથા જીતેન્દ્ર કુમારની ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’એ બે દિવસમાં 20.63 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીને લઈ ટ્વીટ કરી હતી. આ ફિલ્મ મેટ્રોમાં સારી ચાલી છે. ફિલ્મ ત્રણ દિવસમાં 34 કરોડથી વધુ કમાણી કરે તેવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર હિતેશ કેવલ્યની આ ફિલ્મમાં નાનકડાં શહેરની વાત કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ખુરાન, જીતેન્દ્ર કુમારને પ્રેમ કરે છે. તેઓ પોતાના પ્રેમને મેળવી શકે છે કે પછી પરિવારના દબાણ સામે લાચાર થાય છે, તે વાત ફિલ્મમાં બતાવવામાં આવી છે. ફિલ્મમાં કોમેડીની સાથે સોશિયલ મેસેજ આપવામાં આવ્યો છે.

વિકી કૌશલની ફિલ્મે 10 કરોડની કમાણી કરી
વિકી કૌશલની ફિલ્મ ‘ભૂત પાર્ટ 1: ધ હોન્ટેડ શિપ’ને ભાનુ પ્રતાપ સિંહે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે બે દિવસમાં 10.62 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મની કમાણીમાં બીજા દિવસે 10 ટકાનો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. આ સત્ય ઘટના નવ વર્ષ જૂની છે. તે સમયે અચાનક જુહૂ બીચ પર એમવી વિઝડમ જહાજ આવી ગયું હતું. તે કોલંબોથી નીકળ્યું હતું અને ગુજરાતના અલંગ યાર્ડમાં જવાનું હતું. કોલંબોની જગ્યાએ તે ઓમાનથી નીકળ્યું હતું અને જુહૂ બીચ પર આવી ચઢ્યું તેમ બતાવવામાં આવ્યું છે.

X
bollywood film Shubh Mangal Zyada Saavdhan vs Bhoot Part One box office day 2

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી