ફર્સ્ટ લુક / ‘પતિ પત્ની ઔર વો’ના પોસ્ટર્સ રિલીઝ, અનન્યા પાંડેએ કહ્યું, યે અગ્નિપથ હૈં, ઈસે કોઈ પાર નહીં કર પાયા

bollywood film Pati Patni Aur Woh first look revealed

Divyabhaskar.com

Oct 15, 2019, 01:51 PM IST


મુંબઈઃ કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. કાર્તિક આર્યન બાઈક પર બેઠેલો જોવા મળે છે. ફિલ્મના પોસ્ટર્સને સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં કાર્તિકે ચિંટુ ત્યાગીનો રોલ કર્યો છે, જ્યારે ભૂમિ પેડનકરે કાર્તિકની પત્ની વેદિકા ત્રિપાઠીનો રોલ પ્લે કર્યો છે. જ્યારે અનન્યા પાંડે તપસ્યાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને મુદસ્સર અઝીઝે ડિરેક્ટ કરી છે અને ટી સીરિઝે પ્રોડ્યૂસ કરી છે.

કાર્તિક પછી ભૂમિ અને અનન્યાનો લુક સામે આવ્યો
કાર્તિક બાદ ભૂમિ અને પછી અનન્યાનો લુક સામે આવ્યો હતો. ભૂમિ હાથમાં પુસ્તકો સાથે જોવા મળે છે. ભૂમિ વિશે કહેવામાં આવ્યું છે, જરા હાઈ મેન્ટેનન્સ હૈં હમ. તો અનન્યા પાંડે ગ્લેમરસ લુકમાં જોવા મળી છે અને તેના હાથમાં પર્સ તથા જેકેટ છે. તેને લઈ કહેવામાં આવ્યું છે, યે અગ્નિપથ હૈં, ઈસે કોઈ પાર નહીં કર પાયા.

સની સિંહ પણ ફિલ્મમાં જોવા મળશે
ફિલ્મમાં ‘સોનુ કે ટીટુ’ ફૅમ સની સિંહ પણ જોવા મળશે. કાર્તિક આર્યનની સાથે તે પણ મહત્ત્વના રોલમાં છે. આ સની તથા કાર્તિકે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં સાથે કામ કર્યું હતું.

1978મા આ જ નામ પરથી ફિલ્મ બની હતી
‘પતિ પત્ની ઔર વો’ 1978મા આવી હતી. આ ફિલ્મમાં સંજીવ કુમાર, વિદ્યા સિંહા તથા રંજીતા હતાં. ફિલ્મને બલદેવ રાજ ચોપરાએ ડિરેક્ટ કરી હતી.

X
bollywood film Pati Patni Aur Woh first look revealed

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી