83 ફર્સ્ટ લુક / ટીમ ઈન્ડિયાના સાતમા ખેલાડીનો લુક રિવીલ, દિનકર શર્મા ક્રિકેટર કીર્તિ આઝાદના રોલમાં જોવા મળ્યો

bollywood film 83 look reveal of dinkar sharma as a kirti azad
X
bollywood film 83 look reveal of dinkar sharma as a kirti azad

Divyabhaskar.com

Jan 16, 2020, 06:36 PM IST

મુંબઈઃ કબીર ખાનની ફિલ્મ ‘83’ વર્ષ 2020ની મોસ્ટ અવેટેડ ફિલ્મમાંથી એક છે. આ ફિલ્મ ભારતે 1983માં પહેલી જ વાર વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો, તેની પર છે. વિનિંગ ટીમ ઈન્ડિયાના બોલર કીર્તિ આઝાદનો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ પહેલાં એક્ટર જીવા, ચિરાગ પાટિલ, સાકિબ સલીમ, જતિન સરના, તાહિર રાજ ભસીન તથા રણવીર સિંહનો લુક રિવીલ કરવામાં આવ્યાં હતાં. 

દીપિકા પણ ફિલ્મમાં જોવા મળશે
ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે. સુનીલ ગાવસ્કરના રોલમાં તાહિર રાજ, મોહિંદર અમરનાથના રોલમાં સાકિબ સલીમ, સંદિપ પાટિલના રોલમાં ચિરાગ પાટિલ છે. કપિલ દેવની પત્ની રોમીનો રોલ દીપિકા પાદુકોણે પ્લે કર્યો છે. આ ફિલ્મ 10 એપ્રિલે હિંદી, તમિળ તથા તેલુગુ ભાષામાં રિલીઝ થશે. 

‘83’ની સ્ટાર કાસ્ટ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી