અપકમિંગ / મહેશ ભટ્ટ ડિજિટલ ડેબ્યૂ કરશે, 70ના દાયકાની એક્ટ્રેસ-ફિલ્મમેકરના સંબંધો પર વેબ સીરિઝ બનાવશે

bollywood director Mahesh Bhatt set to make digital debut with web-series

Divyabhaskar.com

Dec 11, 2019, 12:34 PM IST

મુંબઈઃ બોલિવૂડના લોકપ્રિય ડિરેક્ટર મહેશ ભટ્ટ ડિજિટલ ડેબ્યૂ કરવાના છે. મહેશ ભટ્ટે ટ્વીટ કરીને વેબ સીરિઝ અંગેની માહિતી આપી હતી. જિયો સ્ટૂડિયો તથા વિશેષ ફિલ્મ્સ સાથે મળીને આ વેબ સીરિઝ બનાવશે પરંતુ હજી સુધી આનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. હાલમાં મહેશ ભટ્ટ ‘સડક 2’માં વ્યસ્ત છે. મુંબઈ અન્ડરવર્લ્ડ પર આધારિત આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

આ ટ્વીટ કરી
ડિરેક્ટરે ટ્વીટ કરી હતી, 70ના દાયકા પર આધારિત એક સ્ટ્રગલિંગ ફિલ્મમેકર તથા ટોપ એક્ટ્રેસના સંબંધોની વાર્તા બતાવવામાં આવશે. આ સાથે જ તેમણે જિયો સ્ટૂડિયો સાથે પોતાની પાર્ટનરશિપ પર ખુશી વ્યક્ત કરી હતી. જિયો સ્ટૂડિયોએ પણ વેબ સીરિઝની જાહેરાત કરતી ટ્વીટ કરી હતી.

જોકે, આ પહેલીવાર નથી કે મહેશ ભટ્ટ કોઈ બોલિવૂડ એક્ટ્રેસના જીવન પરથી ફિલ્મ બનાવી રહ્યાં હોય. આ પહેલાં વર્ષ 2006મા શાઈની આહુજા તથા કંગના રનૌતની સાથે ‘વો લમ્હે’ બનાવી હતી. આ ફિલ્મ પરવીન બાબીના જીવન પર આધારિત હતી.

X
bollywood director Mahesh Bhatt set to make digital debut with web-series
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી