મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ માટેનો સ્ટેજ આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ ડિઝાઈન કર્યો

bollywood Art Director Nitin Desai to design stage at oath venue Of Uddhav Thackeray
X
bollywood Art Director Nitin Desai to design stage at oath venue Of Uddhav Thackeray

Divyabhaskar.com

Nov 28, 2019, 06:44 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરે આજે (28 નવેમ્બર) સાંજે 6.40 શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. આ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. શપથવિધિ માટે જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો, તે સ્ટેજ આર્ટ ડિઝાઈનર નીતિન દેસાઈએ તૈયાર કર્યો હતો. નિતિન દેસાઈનું બોલિવૂડ સાથે ખાસ કનેક્શન છે.

છેલ્લાં 20 વર્ષમાં ત્રીજીવાર સ્ટેજ બનાવ્યો
શપથ સમારંભમાં જાણીતા આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ સ્ટેજ તૈયાર કર્યો છે. 1995મા જ્યારે પહેલી જ વાર શિવસેના તથા ભાજપની સંયુક્ત સરકાર બની ત્યારે મનોહર જોષીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. આ સમયે નિતિન દેસાઈએ સ્ટેજ તૈયાર કર્યો હતો. આટલું જ નહીં વર્ષ 2014મા જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પણ નિતિન દેસાઈએ જ સ્ટેજ તૈયાર કર્યો હતો. નિતિન દેસાઈએ હાલમાં જ રિલીઝ થનારી ફિલ્મ ‘પાણીપત’ ફિલ્મનો પણ સેટ ડિઝાઈન કર્યો છે. 

કોણ છે નિતિન દેસાઈ?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી