અપકમિંગ / શિલ્પા શેટ્ટીએ ‘નિકમ્મા’નું શૂટિંગ શરૂ કર્યું, આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે

bollywood actress shilpa shetty started shooting of her comeback film Nikamma
ડાબેથી, અભિમન્યુ દસાની, શબ્બીર ખાન, શિલ્પા શેટ્ટી
ડાબેથી, અભિમન્યુ દસાની, શબ્બીર ખાન, શિલ્પા શેટ્ટી

Divyabhaskar.com

Aug 21, 2019, 11:10 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રાની ફિલ્મ ‘નિકમ્મા’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શિલ્પા શેટ્ટીએ ફિલ્મના સેટની તસવીર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દસાની તથા શિર્લે સેતિયા છે.

13 વર્ષ બાદ શિલ્પા બિગ સ્ક્રીન પર પરત ફરી
શિલ્પા શેટ્ટીએ સેટની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘હું સેટ પર પરત આવી ગઈ. હું ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છું. આ ફિલ્મમાં મારું નામ અવની છે. હું તમને કહી શકું એમ નથી કે મેં આ બધું કેટલું મિસ કર્યું છે. અભિમન્યુ અને હું ઘણી જ મસ્તી કરીશું. શબ્બીર હું તને પસંદ કરું છું. ભલે તું ક્લેપની પાછળ તારું પેટ છૂપાવવાનો પ્રયાસ કરે.’

ફિલ્મ 2020માં રિલીઝ થશે
‘નિકમ્મા’રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે અને શબ્બીર ખાન તેને ડિરેક્ટ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. શિલ્પા તથા અભિમન્યુ પહેલી જ વાર કામ કરી રહ્યાં છે અને બંને સાથે કામ કરવાને લઈ ઉત્સુક છે.

X
bollywood actress shilpa shetty started shooting of her comeback film Nikamma
ડાબેથી, અભિમન્યુ દસાની, શબ્બીર ખાન, શિલ્પા શેટ્ટીડાબેથી, અભિમન્યુ દસાની, શબ્બીર ખાન, શિલ્પા શેટ્ટી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી