નિવેદન / શિલ્પા શેટ્ટીએ કહ્યું, ફિલ્મ્સમાંથી 13 વર્ષના બ્રેકનો નિર્ણય મારો હતો અને તે સમજી વિચારીને લીધો હતો

bollywood actress Shilpa Shetty said, My 13-year-long sabbatical was self-imposed
X
bollywood actress Shilpa Shetty said, My 13-year-long sabbatical was self-imposed

Divyabhaskar.com

Nov 11, 2019, 10:00 AM IST
મુંબઈઃ 13 વર્ષ બાદ શિલ્પા શેટ્ટી ડિરેક્ટર શબ્બીર ખાનની ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. શિલ્પા છેલ્લે વર્ષ 2007મા ‘લાઈફ ઈન અ મેટ્રો’ તથા ‘અપને’માં જોવા મળી હતી. 15 વર્ષની ઉંમરમાં એક્ટિંગ ડેબ્યૂ કરનાર શિલ્પાને પહેલું કામ નસીબથી મળી ગયું હતું. હાલમાં જ શિલ્પાએ એક ચેટ શોમાં આ અંગે વાત કરી હતી.

શું કહ્યું શિલ્પા શેટ્ટીએ?

1. ટીવી પર એક્ટિવ હતી

શિલ્પાએ કહ્યું હતું કે તે આ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો હતી. ભલે તે ફિલ્મ્સમાં નહોતી પરંતુ સતત કામ કરતી હતી. તમને ત્યારે એવું ફીલ થાય કે તમે લાઈમ-લાઈટથી દૂર છો, જ્યારે તમને લાગે કે તમે પ્રસિદ્ધિથી દૂર થઈ ગયા છો અને લોકો તમને ભૂલી રહ્યાં છે. તેને આવું ક્યારેય લાગ્યું નહોતું કારણ કે તે સતત ટીવી પર આવતી જ હતી. તેણે ફિલ્મ્સમાં જાણી જોઈને સમજી વિચારીને બ્રેક લીધો હતો. 

2. ડ્રાઈવિંગથી ડરે છે

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી શિલ્પાએ કહ્યું હતું કે તેને ક્યારેક-ક્યારેક એવું ફીલ થાય છે કે ઈન્સ્ટાગ્રામે તેને ઘણી જ કૂલ બનાવી દીધી છે. જોકે, તે આ પહેલાં ક્યારેય કૂલ નહોતી. એક ઘટના અંગે શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તેણે ડ્રાઈવિંગની શરૂઆત કરી હતી ત્યારે એક ચાહક બોનટ પર આવીને બેસી ગયો હતો અને આનાથી તે ઘણી જ ડરી ગઈ હતી. ત્યારથી લઈને આજ સુધી તે ફિલ્મ્સ સિવાય ડ્રાઈવ કરતાં તેને ઘણો જ ડર લાગે છે. 

3. કાશ, એક દિવસ 32 કલાકનો હોત

શિલ્પાએ વાત પણ કહી હતી કે તે કામમાં સતત બિઝી રહેતી હોવાને કારણે તે ડિજીટલ કન્ટેન્ટ જોઈ શકતી નથી. તેની પાસે ઘણો જ ઓછો સમય બચે છે, જેમાં તે ડિજીટલ કન્ટેન્ટ જોઈ શકે છે. તે ઈચ્છે છે કે એક દિવસ 32 કલાકનો હોય, કારણ કે તેની પાસે કામનું ભારણ ઘણું જ છે અને તેને પૂરતી રકમ પણ મળતી નથી. 

4. એફિલ ટાવર પર રાજે પ્રપોઝ કર્યું હતું

શિલ્પાએ પોતાના લગ્ન અંગે પણ વાત કરી હતી. શિલ્પાએ કહ્યું હતું કે તેનું પણ સપનું હતું કે તેને કોઈ એફિલ ટાવરની સામે પ્રપોઝ કરે. રાજે એક બેંકવેટ હોલ બુક કર્યો હતો અને ડાયમંડ રિંગ સાથે એફિલ ટાવરની સામે પ્રપોઝ કર્યું હતું. આ રિંગ ડેઝર્ટની અંદર હતી. રાજે તેના પેરેન્ટ્સ સાથે પહેલાં જ વાત કરી લીધી હતી. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી