લૉકડાઉન ફન / પ્રિયંકા ચોપરાએ ચાહકોને સનબાથની વાસ્તવિકતા જણાવી

bollywood actress Priyanka Chopra shares ‘expectation vs reality’ post
X
bollywood actress Priyanka Chopra shares ‘expectation vs reality’ post

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 11:59 AM IST

લોસ એન્જલસ. લૉકડાઉન દરમિયાન પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં ઈન્ટરસ્ટિંગ પોસ્ટ શૅર કરીને ચાહકોનું મનોરંજન કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં પોતાની બે તસવીરો શૅર કરી હતી, જેમાં પહેલી તસવીરમાં તે એકદમ ગ્લેમરસ જોવા મળે છે, તો બીજી તસવીરમાં તે સામાન્ય લોકોની જેમ સૂતી છે.

તસવીર શૅર કરીને આ વાત કહી
પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામમાં તસવીર શૅર કરીને કહ્યું હતું, અપેક્ષા તથા વાસ્તવિકતા. અપેક્ષાવાળી તસવીરમાં પ્રિયંકા પિંક આઉટફિટમાં ડાર્ક સનગ્લાસમાં જોવા મળે છે. તો વાસ્તવિકતાવાળી તસવીરમાં વ્હાઈટ ક્રોપ ટોપ તથા સ્કર્ટમાં છે અને તડકાને કારણે તેણે ચહેરો ઢાંકી દીધો છે. ખરી રીતે, પ્રિયંકા આ તસવીરો દ્વારા એ બતાવવાનો પ્રયાસ કરે છે કે ચાહકોને લાગે છે કે સનબાથ લેતા સમયે તે ગ્લેમરસ લાગે છે પરંતુ સાચી વાત એ છે કે એવું હોતું નથી. પ્રિયંકાની આ તસવીર તેની સ્ટાઈલિસ્ટ દિવ્યા જ્યોતિએ ક્લિક કરી હતી. 

View this post on Instagram

Expectation vs. Reality 📸- @divya_jyoti

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on May 23, 2020 at 2:53pm PDT

પ્રિયંકા હાલમાં કેલિફોર્નિયામાં નિક જોનસ તથા દિવ્ય જ્યોતિના પરિવાર સાથે સમય પસાર કરે છે. પ્રિયંકા સોશિયલ મીડિયામાં સતત જૂની તસવીરો તથા વીડિયો ચાહકો સાથે શૅર કરે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી