કોરોનાવાઈરસ / પ્રીટિ ઝિન્ટા આઠ દિવસથી ઘરમાં બંધ, માતાને તેલ માલિશ કરીને વીડિયો શૅર કર્યો

bollywood actress Preity Zinta what to do During Quarantine

દિવ્ય ભાસ્કર

Mar 21, 2020, 02:18 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા કોરોનાવાઈરસને કારણે છેલ્લાં આઠ દિવસથી ઘરમાં બંધ છે. જોકે, તે ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ છે અને તસવીરો તથા વીડિયો શૅર કરે છે. હાલમાં જ પ્રીટિએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે તેની માતાને માથામાં તેલ નાખતી જોવા મળે છે.

વીડિયો શૅર કરીને શું કહ્યું પ્રીટિએ?
વીડિયો શૅર કરીને પ્રીટિ ઝિન્ટાએ કહ્યું હતું, હોમ ક્વોરન્ટાઈન દરમિયાન આપણે આપણાં મગજને ઠંડું રાખવાની જરૂર છે. એટલે જ હું મોમને ક્લાસિક ચંપી કરી રહી છું. ઘરે રહીને આપણે સંબંધોને વધુ મજબૂત કરી શકીએ છીએ. કારણ કે, ‘સર જો તેરા ચકરાયે યા દિલ ડૂબા જાએ આ જા પ્યારે પાસ હમારે, કાહે ઘબરાએ...’ આ સમય પણ પસાર થઈ જશે. હોમ ક્વોરન્ટાઈનનો આઠમો દિવસ. સુરક્ષિત રહો.

કોરોના વાઈરસ હવે વિશ્વના લગભગ તમામ દેશમાં ફેલાઈ ગયો છે. ગુરુવાર (19 માર્ચ) સવાર સુધીમાં તે વિશ્વના કુલ 173 દેશમાં ફેલાઈ ગયો છે. અત્યાર સુધીમાં 8,952 લોકોના મોત થયા છે અને 2,18,952 કેસ સામે આવ્યા છે. સારી વાત એ છે કે 84,795 લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. ભારતની વાત કરીએ તો દેશમાં ગુરુવારે કોરોનાવાઈરસ સંક્રમિતોની સંખ્યા 173 થઈ ગઈ છે.

X
bollywood actress Preity Zinta what to do During Quarantine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી