સેલેબ લાઈફ / રણબીર કપૂર-આલિયા ભટ્ટની નીતુ સિંહ સાથે ડિનર ડેટ, તસવીર વાયરલ

bollywood actress Neetu Kapoor Joins Alia Bhatt And Ranbir Kapoor On Date Night

Divyabhaskar.com

Nov 10, 2019, 02:17 PM IST

મુંબઈઃ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે છેલ્લાં કેટલાંય સમથી રિલેશનશિપમાં છે. અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં બંને સાથે કામ કરી રહ્યાં છે અને આ જ કારણે બંને એકબીજા સાથે વધુ સમય પસાર કરી રહ્યાં છે. હાલમાં જ રણબીર તથા આલિયાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

નીતુ સિંહ સાથે ડિનર લીધું
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ કોઈ હોટલમાં નીતુ સિંહ સાથે જોવા મળે છે. બંને એકબીજાના પરિવાર સાથે વધુને વધુ સમય પસાર કરવા ઈચ્છે છે. તસવીરમાં આલિયા તથા નીતુ વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ જોવા મળે છે. રણબીર કપૂર પણ આલિયાના પરિવાર સાથે સમય પસાર કરતો જોવા મળ્યો છે.

રણબીર-આલિયા લંડનમાં જોવા મળ્યાં હતાં
રણબીર તથા આલિયા લંડનમાં સાથે વેકેશન એન્જોય કરતાં જોવા મળ્યાં હતાં. અહીંયા તેમની સાથે આલિયાની બહેન શાહીન ભટ્ટ હતી. અહીંયા રણબીર તથા આલિયાએ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કર્યું હતું.

હજી સુધી ‘બ્રહ્માસ્ત્ર’નું પોસ્ટર આવ્યું નથી
ચાહકોમાં ‘બ્રહ્માસ્ત્ર’ને લઈ ઘણી જ ઉત્સુકતા છે. આ ફિલ્મનો લોગો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય સહિતના કલાકારો છે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં બની છે. જોકે, હજી સુધી ફિલ્મનું પોસ્ટર, લુક કે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય, તેમ માનવામાં આવે છે.

X
bollywood actress Neetu Kapoor Joins Alia Bhatt And Ranbir Kapoor On Date Night
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી