બિગ બોસ 13 / શહનાઝ ગિલના બહાને કોએના મિત્રાએ કહ્યું, અસલી સલમાન ખાન ક્યારે સ્ટેન્ડ લેશે?

bollywood actress Koena Mitra calls out to the host; says 'when will the real Salman Khan stand up?'

Divyabhaskar.com

Nov 08, 2019, 03:24 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ 13’ના ઘરમાંથી એવિક્ટ થયેલી કોએના મિત્રાએ સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. કોએનાએ સલમાન પર આરોપ મૂક્યો હતો કે તે શહનાઝ ગિલની ફેવર કરે છે.

શું કહ્યું કોએનાએ?
કોએનાએ શહનાઝ ગિલ તથા તહસીન પૂનાવાલાને પણ આડે હાથ લીધી હતી. ત્રણેય પર હુમલો કરીને કોએનાએ ટ્વીટ કરી હતી, શરમજનક. મોટો માણસ સલમાન ખાન, ક્યારે અસલી સલમાન ખાન સ્ટેન્ડ લેશે? તારી કથિત એન્ટરટેઈનર, માસૂમ બેબી શહનાઝ એક શરમજનક છે. કોઈના પણ પ્રોફેશનની મજાક ઉડાવવી તે કૂલ નથી તહસીન પૂનાવાલા. પૈસા ક્લાસ ખરીદી શકે નહીં.

શું કર્યું હતું તહસીને?
એક એપિસોડમાં તહસીન પૂનાવાલાએ મોડલ અસીમ રિયાઝના પ્રોફેશનની મજાક ઉડાવી હતી. તહસીને અસીમની મજાક ઉડાવી હતી. તહસીને એમ પણ કહ્યું હતું કે તે અસીમ જેવા લોકોને પોતાના ત્યાં નોકરી પર રાખે છે. આ દરમિયાન શહનાઝ ગિલ હસવા લાગી હતી. આ વાત કોએનાને બિલકુલ પસંદ આવી નહોતી.

અસીમની મજાક ઉડાવવા પર તેના ભાઈએ શું કહ્યું?
અસીમના ભાઈ ઉમર રિયાઝે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, જે રીતે તહસીને અસીમની મજાક ઉડાવી તે સારી વાત નહોતી. અસીમની કરિયર તથા તે જ્યાંથી આવે છે, તેના પર મજાક કરવી તે ક્યારેય સ્વીકાર્ય નથી. સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ તથા પબ્લિક સ્પીકર હોવાને કારણે તે તહસીનને માન આપે છે અને તેની પાસેથી કંઈક વધારે આશા રાખે છે. આટલું બધું થયા બાદ પણ અસીમે કંઈ જ કહ્યું નહીં. તેની પર ગર્વ છે. તે ગેમમાં બહુ આગળ જશે. તે ધૈર્ય સાથે ચાહકોનું દિલ જીતી લીધું અને આગળ પણ આમ જ રમજે.

X
bollywood actress Koena Mitra calls out to the host; says 'when will the real Salman Khan stand up?'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી