• Home
  • Entertainment
  • Bollywood
  • bollywood actress Kangana Ranaut’s Thalaivi in trouble? Court grants Jayalalithaa’s niece permission to sue makers

મુસીબત / કંગના રનૌતની ‘થલાઈવી’ વિવાદમાં, જયલલિતાની ભાણી મેકર્સ પર કેસ કરી શકે છે  

bollywood actress Kangana Ranaut’s Thalaivi in trouble? Court grants Jayalalithaa’s niece permission to sue makers

Divyabhaskar.com

Nov 28, 2019, 01:19 PM IST

ચેન્નઈઃ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પરથી ‘થલાઈવી’ બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વિવાદમાં ફસાઈ છે. મદ્રાસ હાઈકોર્ટે સ્વ. જયલલિતાની ભાણી દિપાને ‘થલાઈવી’ના મેકર્સ વિરુદ્ધ સિવિલ કેસ કરવાની પરવાનગી આપી છે.

હવે, દિપા ‘થલાઈવી’ના ડિરેક્ટર એ એલ વિજય પર કેસ કરી કરશે અને તે જયલલિતાના જીવન પરથી અન્ય પ્રોજેક્ટ્સ બનાવતા મેકર્સ પર પણ કેસ કરી શકશે. દિપાએ આ મહિનાની શરૂઆતમાં મદ્રાસ હાઈકોર્ટમાં જયલલિતાના જીવન તથા રાજકિય સફર પર ચાલતા બે પ્રોજેક્ટ્સ પર સ્ટે મૂકવાની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે જયલલિતાના જીવન પરથી ફિલ્મ ‘થલાઈવી’ બની રહી છે અને ગૌતમ મેનન વેબ સીરિઝ ‘ક્વીન’ બનાવી રહ્યાં છે.

દિપાએ પોતાના એફિડેવિટમાં કહ્યું હતું કે વિજય તથા મેનને તેની જાણ બહાર અને તેની કોઈ પણ સલાહ વગર આ પ્રોજેક્ટ્સ શરૂ કર્યાં છે. તેઓ પાસે કોઈ જ લીગલ રાઈટ નથી કે તેઓ જયલલિતાના જીવન પર ફિલ્મ બનાવી શકે. વધુમાં દિપાએ માગણી કરી હતી કે મેકર્સે તેની પરવાનગી લઈને આખી સ્ક્રિપ્ટ તેને આપવી જોઈએ.

ગયા અઠવાડિયે ‘થલાઈવી’નો ફર્સ્ટ લુક રિલીઝ થશે
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ‘થલાઈવી’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. આમાં કંગના રનૌત સ્વ. જયલલિતાની 1965મા આવેલી બ્લોક બસ્ટર ફિલ્મ ‘વેન્નીરા અદાઈ’ના આઈકોનિક સોંગ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ બાયોપિકમાં જયલલિતાની ફિલ્મ્સથી લઈ રાજકારણ સુધીની સફર બતાવવામાં આવશે.

કંગનાના લુકની મજાક ઉડી
ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ કંગનાના લુકની મજાક ઉડાવવામાં આવી હતી. જોકે, કંગનાની બહેન રંગોલીએ સપોર્ટમાં ટ્વીટ કરીને કહ્યું હતું, જે લોકોને આંખો હોય તે જોઈ શકે છે કે પ્રોસ્થેટિક મેકઅપ કેટલી સારી રીતે કરવામાં આવ્યો છે. બાકી સમોસા ગેંગ તો છે જ, જે દિવસને રાત અને રાતને દિવસ કહે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ હિંદી, તમિળ તથા તેલુગુમાં આવતા વર્ષે 26 જૂને રિલીઝ થશે.

X
bollywood actress Kangana Ranaut’s Thalaivi in trouble? Court grants Jayalalithaa’s niece permission to sue makers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી