કન્ફર્મ / કંગના રનૌત પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલાની ફિલ્મ ‘તેજસ’માં એરફોર્સ પાઈલટના રોલમાં જોવા મળશે

bollywood actress Kangana Ranaut to play Air Force pilot in Ronnie Screwvala’s production, Tejas

Divyabhaskar.com

Jan 24, 2020, 12:00 PM IST

મુંબઈઃ કંગના રનૌતની આજે (24 જાન્યુઆરી) ‘પંગા’ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ થતાં જ કંગનાએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ રોની સ્ક્રૂવાલાના પ્રોડક્શન હાઉસ હેઠળ બનશે. ફિલ્મ એરફોર્સ પાઈલટ પર આધારિત છે અને ફિલ્મનું નામ ‘તેજસ’ છે. ફિલ્મને સર્વેશ મેવાડા ડિરેક્ટ કરવાના છે. ઉલ્લેખનીય છે કે જાહન્વી કપૂર પણ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં એરફોર્સ પાઈલટ બની છે.

ફિલ્મને લઈ કંગનાએ શું કહ્યું?
કંગનાએ ફિલ્મને લઈ કહ્યું હતું કે તે હંમેશાંથી સૈનિકની ભૂમિકા ભજવવા માગતી હતી. તેને નાનપણથી આર્મ્ડ ફોર્સ પ્રત્યે લગાવ રહ્યો છે. તેણે ક્યારેય જવાનો પ્રત્યેની પોતાની લાગણીને છૂપાવી નથી અને તે હંમેશાં તેમના પ્રત્યે આકર્ષણ અનુભવે છે. આટલું જ નહીં તે હંમેશાં જવાનોને લઈ જાહેરમાં બોલી પણ છે. તેઓ દેશને તથા દેશવાસીઓને સલામત રાખે છે. તેથી જ તે આ ફિલ્મ કરીને ઘણી જ ખુશ છે.

ટ્રેનિંગ લેશે
જુલાઈમાં ફિલ્મનું શૂટિંગ કરતાં પહેલાં કંગના આ ફિલ્મ માટે ખાસ ટ્રેનિંગ લેશે. ફિલ્મમાં ઈન્ટેન્સ એક્શન સીન્સ હોવાથી કંગનાએ ખાસ તાલીમ લેવાની છે. ડિરેક્ટરે કંગના માટે ખાસ પ્રોફેશનલ ટ્રેઈનર્સ રાખવાનો નિર્ણય લીધો છે. કંગનાએ ‘તેજસ’ બે અઠવાડિયા પહેલાં જ સાઈન કરી હતી. હાલમાં તે જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂર્ણ થયા બાદ કંગના ‘તેજસ’નું શૂટિંગ તથા ટ્રેનિંગ શરૂ કરશે.

કંગનાએ અભિનંદન વર્ધમાનની તમામ માહિતી જાણકારી રાખી હતી
ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનમાં પકડાઈ ગયા હતાં અને પછી તેઓ ભારત પરત ફર્યાં ત્યાં સુધીની તમામ માહિતી કંગનાએ જાણી હતી. કંગનાએ અભિનંદનની નાનામાં નાની બાબતો જાણવાનો આગ્રહ રાખ્યો હતો. તે સમયે કંગનાએ કહ્યું હતું કે તેઓ રિયલ હિરો છે. કંગનાએ રોની સ્ક્રૂવાલા તથા સર્વેશનો આભાર માન્યો હતો. તે પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટને લઈ ઘણી જ ઉત્સાહી છે. કંગના એરફોર્સનો યુનિફોર્મ પહેરવા આતુર છે.

દિવાળી પર ‘ધાકડ’ રિલીઝ થશે
કંગનાની ફિલ્મ ‘ધાકડ’ને રજનીશ રાજી ઘાઈ ડિરેક્ટ કરી રહ્યાં છે, જ્યારે સોહેલ મખલઈ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયા, મિડિલ ઈસ્ટ તથા યુરોપમાં કરવામાં આવશે. ફિલ્મમાં બહુ બધા એક્શન સીન્સ હશે. આ ફિલ્મના પોસ્ટર્સ રિલીઝ કરી દેવામાં આવ્યા છે, જેમાં કંગના ગન તથા આગની જ્વાળાઓ વચ્ચે જોવા મળે છે. ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

X
bollywood actress Kangana Ranaut to play Air Force pilot in Ronnie Screwvala’s production, Tejas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી