ટ્રોલ / દીપિકા પાદુકોણે ટિકટોક પર ‘છપાક’ લુકની ચેલેન્જ આપી, યુઝર્સે કહ્યું- ઘૃણાસ્પદ છે

bollywood actress Deepika Padukone throws TikTok challenge on her Chhapaak acid survivor ‘look’

  • દીપિકા પાદુકોણે ‘છપાક’ના લુકને રિક્રિએટ કરવાનું કહ્યું
  • ટ્વિટર યુઝર્સે એક્ટ્રેસને ટ્રોલ કરતાં કહ્યું, આ પ્રોમો એક પણ રીતે કૂલ કે ક્યૂટ નથી
  • દીપિકા ‘છપાક’ ફિલ્મની પ્રોડ્યૂસર પણ છે

Divyabhaskar.com

Jan 19, 2020, 03:44 PM IST

મુંબઈઃ દીપિકા પાદુકોણ ફરી એકવાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ છે. આ વખતે દીપિકા ટિકટોક ચેલેન્જને કારણે યુઝર્સની નારાજગીનો ભોગ બની છે. દીપિકાએ ટિકટોક પર ‘છપાક’માં માલતીના લુકને લઈ ચેલેન્જ આપી છે. આ વીડિયો વાયરલ થતાં યુઝર્સે દીપિકાને ટ્રોલ કરી છે.

‘છપાક’ના પ્રમોશન દરમિયાન દીપિકા અનેક ટિકટોક સ્ટાર્સે મળી હતી, આમાંથી એક ટિકટોક સ્ટાર ફેબીને દીપિકાએ તેના ફેવરિટ લુક અંગે પૂછ્યું હતું અને ચેલેન્જ આપી હતી કે તે તેવા લુક રીક્રિએટ કરે. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપિકા ફેબીને તેના ત્રણ લુકને રીક્રિએટ કરવાની ચેલેન્જ આપે છે. સૌ પહેલાં ફેબી ‘ઓમ શાંતિ ઓમ’માં દીપિકાનો જે લુક છે, તે રિક્રિએટ કરે છે. ત્યારબાદે તે ‘પીકુ’ના લુકમાં જોવા મળે છે. છેલ્લે તે ‘છપાક’માં માલતીના એસિડ અટેક સર્વાઈવરના લુકમાં આવે છે. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે દીપિકાને લાગણીહિન ગણાવી છે.

યુઝરે વીડિયો શૅર કરીને આ વાત કહી
ટ્વિટર પર એક યુઝરે આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, અમે વિચારી રહ્યાં હતાં કે દીપિકા પોતાના પીઆર સ્ટન્ટ્સથી ક્યારેય લક્ષ્મી અગ્રવાલની મજાક ઉડાવશે નહીં પરંતુ તેણે ટિકટોક પર એસિડ અટેક પીડિતોના લુકને લઈ ચેલેન્જ આપી છે.

યુઝર્સે દીપિકાને ટ્રોલ કરી

ટ્વિટર પર આ વીડિયો આવતા જ યુઝર્સે દીપિકાની આ હરકતને ઘણી જ હલકી ગણાવી હતી. એક યુઝરે કહ્યું હતું કે ચહેરા પર ઈજાના નિશાનો હોય તેને ક્યારેય ‘લુક’ કહેવાય નહીં. અન્ય એક ટ્વિટર યુઝરે કહ્યું હતું, હવે એસિડ અટેક પીડિતોના ચહેરા એક ચેલેન્જ બની ગઈ છે. દીપિકાએ આ બહુ જ ખરાબ રીતે પ્રમોશન કર્યું. શરમ કર દીપિકા.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં દીપિકાએ જેએનયુ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)ની મુલાકાત લીધી ત્યારે એક્ટ્રેસને ખરાબ રીતે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી.

મેઘના ગુલઝારે ‘છપાક’ને ડિરેક્ટ કરી છે. ફિલ્મને દીપિકા પાદુકોણ તથા ફોક્સ સ્ટૂડિયોએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ દિલ્હી સ્થિત એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને અજય દેવગનની ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’એ બરોબરની ટક્કર આપે છે. ‘છપાક’એ 28.38 કરોડ તથા ‘તાનાજી’એ 145.33 કરોડની કમાણી કરી છે.

X
bollywood actress Deepika Padukone throws TikTok challenge on her Chhapaak acid survivor ‘look’
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી