Divyabhaskar.com
Nov 11, 2019, 10:00 AM ISTમુંબઈઃ દીપિકા પાદુકોણ હંમેશા પોતાની ફેશન સેન્સ સાથે એક્સપરીમેન્ટ કરતી હોય છે, પછી તે એરપોર્ટ લુક હોય કે રેડ કાર્પેટ. દીપિકા હંમેશાં પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલ જીતી લેતી હોય છે. હાલમાં જ દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર સ્વેટર તથા ગ્રે રંગના ટ્રાઉઝર સાથે જોવા મળી હતી. તેણે બ્લેક ગોગલ્સ, બેગ તથા પેન્સિલ હિલ્સ શૂઝથી પોતાનો લુક કમ્પ્લિટ કર્યો હતો. દીપિકા પોતાની ફ્રેન્ડના પ્રી વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે બેંગાલુરુ જતી હતી. એરપોર્ટ પર દીપિકાના બોડીગાર્ડના હાથમાં મોંઘી ટ્રાવેલ બેગ પણ જોવા મળી હતી.
દીપિકાનો ઓવરઓલ અટાયર આટલો મોંઘો
- દીપિકા પાદુકોણનો ઓવરઓલ અટાયર 4,15,310 રૂપિયાની કિંમત જેટલો થતો હતો. આ ઉપરાંત દીપિકાનાં બોડીગાર્ડના હાથમાં લુઈસ વિતોં બ્રાન્ડની ટ્રાવેલ બેગ પકડી હતી. આ બેગની કિંમત 1,22,860 રૂપિયા થતી હતી.
- દીપિકાએ વ્હાઈટ સ્વેટર પહેર્યું હતું, જે જોસેફ બ્રાન્ડનું હતું અને તેની કિંમત 81 હજાર રૂપિયા હતી.
- દીપિકાએ પહેરેલું ગ્રે રંગનું ટ્રાઉઝર જર્મન ફેશન ડિઝાઈનર જીલ સૅન્ડરનું હતું, જેની કિંમત 1,25,000 રૂ. હતી.
- એક્ટ્રેસના હાથમાં ટોડ બ્રાન્ડની બેગ હતી, જેની કિંમત રૂ. 1,63,210 હતી.
- દીપિકાએ એક્વાઝ્યુરા બ્રાન્ડના હિલ્સ પહેર્યાં હતાં અને તેની કિંમત 46,100 રૂ. હતી.
- ઈટાલિયન બ્રાન્ડ બોટેગા વેનેટાના સનગ્લાસ કૅરી કર્યાં હતાં, જે 37,500 રૂપિયાના હતાં.
દીપિકાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ડિરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ઉપરાંત દીપિકા પતિ રણવીર સિંહની ફિલ્મ ‘83’મા જોવા મળશે. આ ઉપરાંત દીપિકા ‘મહાભારત’માં દ્રૌપદીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2021મા રિલીઝ થશે.