તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Bollywood Actor Saif Ali Khan Said, 'Don’t Think There Was A Concept Of India Till The British Gave It One

સૈફ અલી ખાને કહ્યું- અંગ્રેજો પહેલાં ભારત નહોતું, સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સૈફ અલી ખાનની ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’એ 150 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં અજય દેવગન તથા કાજોલ લીડ રોલમાં હતાં અને સૈફે ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો. હાલમાં જ સૈફે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બ્રિટિશ આવ્યા નહોતા ત્યાં સુધી ભારત નહોતું. આટલું જ નહીં એક્ટરે એમ પણ કહ્યું હતું કે ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ ઈન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે સૈફને ઘણો જ ટ્રોલ કર્યો છે. 

શું કહ્યું હતું સૈફે?
સૈફ અલી ખાને અનુપમા ચોપરાને આપેલા ઈન્ટરવ્યૂમાં ફિલ્મના પાત્ર ઉદયભાન રાઠોડને લઈ વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે તેને આ પાત્ર ઘણું જ દમદાર લાગ્યું હતું અને તેથી જ તે આ પાત્રને ના પાડી શક્યો નહીં. જોકે, આમાં પોલિટિકલ નેરેટિવ બદલી નાખવામાં આવ્યું હતું અને તે ઘણું જ ખતરનાક છે. આ સાથે જ સૈફે સ્વીકાર્યું હતું કે તે કેટલાંક કારણોસર કોઈ સ્ટેન્ડ લઈ શક્યો નહીં પરંતુ નેકસ્ટ ટાઈમ તે જરૂર આવું કરશે. તે પોતાના પાત્રને લઈ ઘણો જ ઉત્સાહી હતો. જોકે, આ કોઈ ઈતિહાસ નથી. તેને ખ્યાલ છે કે ઈતિહાસ શું છે. 

અંગ્રેજોએ ભારતની કલ્પના આપી
વધુમાં સૈફે કહ્યું હતું કે ભારતની કલ્પના અંગ્રેજોએ આપી છે અને આ પહેલાં ભારત નહોતું. ફિલ્મમાં કોઈ ઐતિહાસિક તથ્ય નથી. તેઓ આ બાબતને લઈ કોઈ તર્ક આપી શકે નહીં પરંતુ સાચી વાત આ જ છે. આટલું જ નહીં સૈફે વર્તમાન પરિસ્થિતિને લઈને કહ્યું હતું કે જે રીતે દેશ આગળ વધી રહ્યો છે તેનાથી એ વાત તો સ્પષ્ટ છે કે દેશમાં સેક્યુલરિઝમનું નામો નિશાન મટી જશે. 

સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો
ઈન્ટરવ્યૂ બાદ સૈફને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો હતો. સૈફના દીકરા તૈમુરના નામને લઈને પણ તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો