તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Bollywood Actor Rishi Kapoor On His Health, Says He Is On A Road To Recovery

રીષિ કપૂરે તબિયતને લઈ કહ્યું, હવે હું ઠીક થઈ રહ્યો છું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ રીષિ કપૂરને ગયા મહિને ન્યૂમોનિયાને કારણે તેમને પહેલાં દિલ્હી તથા પછી મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતાં. રીષિ કપૂર હવે ઠીક થઈ ગયા છે. તેમણે હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાની તબિયતને લઈ વાત કરી હતી. હાલમાં જાવેદ અખ્તરે ટ્વિટર પર રીષિ કપૂરના વખાણ કર્યાં હતાં અને તેમને જન્મથી વિજેતા ગણાવ્યા હતાં, જેના જવાબમાં રીષિએ જાવેદસાબનો આભાર માન્યો હતો અને તબિયતને લઈને વાત કરી હતી.

શું કહ્યું હતું જાવેદ અખ્તરે?
જાવેદ અખ્તરે રીષિ કપૂરની પ્રશંસા કરતાં કહ્યું હતું, ચિંટુસાબ કેટલાંક લોકો જન્મથી જ વિજેતા હોય છે અને તમે તેમાંથી એક છો. તમે આ જંગ જીતી ગયા તે વાત જાણીને આનંદ થયો. ખૂબ બધો પ્રેમ.

રીષિએ શું જવાબ આપ્યો?
જાવેદની ટ્વીટ પર રીષિએ કહ્યું હતું, આભાર જાવેદસાબ, તમારા જેવા શુભેચ્છકોને કારણે હું ઠીક થઈ ગયો. છાતીમાં ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા ખોટા સમયે થયું. ભગવાનની કૃપાથી હવે હું ઠીક થઈ રહ્યો છો. ખૂબ પ્રેમ અને આદર.

આ પહેલાં રીષિ કપૂરે શબાના આઝમીની તબિયતને લઈ ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઠીક થઈ રહ્યાં છે, તે જાણીને ખુશ થયો. નોંધનીય છે કે શબાના આઝમીનો 18 જાન્યુઆરીના રોજ ગંભીર અકસ્માત થયો હતો અને તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને પહેલી ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

નીતુએ હાલમાં રીષિ સાથેની સેલ્ફી શૅર કરી
નીતુએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં રીષિ કપૂર સાથેની એક સેલ્ફી શૅર કરી હતી. આ સેલ્ફી શૅર કરીને નીતુએ કહ્યું હતું, લાંબા સમય બાદ તમે બહાર જમવા જાવ ત્યારે એ ખાસ બની જાય છે. તમે દરેક ક્ષણનું મહત્ત્વ સમજો છે અને દરેક ડિશ એન્જોય કરો છો.

રીષિ કપૂર દિલ્હીના પ્રદૂષણને કારણે બીમાર પડ્યાં હતાં
રીષિ કપૂરે મુંબઈ પરત આવીને ટ્વીટ કરીને કહ્યું હતું, મારા પ્રેમાળ મિત્રો, ફોલોઅર્સ, મારી તબિયતને લઈ તમે ઘણાં જ ચિંતિંત થયા તે જાણીને આનંદ થયો. આભાર. હું છેલ્લાં 18 દિવસથી દિલ્હીમાં શૂટિંગ કરતો હતો અને પ્રદૂષણને કારણે મને ઈન્ફેક્શન થઈ ગયું હતું. મારું ન્યૂટ્રોફિલ કાઉન્ટ ઓછું છે અને તેને કારણે મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. રીષિએ બીજી ટ્વિટમાં કહ્યું હતું કે મને થોડો તાવ પણ હતો અને તપાસમાં ડોક્ટર્સને એક પેચ મળ્યો હતો. આ પેચને કારણે મને ન્યૂમોનિયા થઈ શકતો હતો અને તેને ડિટેક્ટ કરીને હટાવી દેવામાં આવ્યો છે. કેટલાંક લોકો અલગ જ વિચારી રહ્યાં હતાં. હું તમામ બાબતોને પાછળ મૂકીને આગળ વધી રહ્યો છું, જેથી તમને પ્રેમ તથા એન્ટરટેઈન કરી શકું. હાલમાં હું મુંબઈમાં છું. જોકે, આ ટ્વીટ બાદ રીષિ કપૂરને સાઉથ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં.

વર્ષ 2018માં કેન્સર થયું હતું
નોંધનીય છે કે રીષિ કપૂરને વર્ષ 2018માં કેન્સર હોવાની જાણ થઈ હતી. તેઓ તાત્કાલિક પત્ની તથી દીકરા સાથે કેન્સરની સારવાર માટે ન્યૂ યોર્ક ગયા હતા. અહીંયા તેમણે 11 મહિના સુધી રહ્યાં હતાં. કેન્સર ફ્રી થયા બાદ તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યાં હતાં. કેન્સર ફ્રી થયા બાદ એક ઈન્ટરવ્યૂમાં રીષિ કપૂરે કહ્યું હતું કે શરૂઆતના ચાર મહિના તેમને બિલકુલ ભૂખ લાગતી નહોતી અને તેમનું વજન 26 કિલો જેટલું ઉતરી ગયું હતું. જોકે, સાજા થયા બાદ તેમનું સાત-આઠ કિલો વજન વધ્યું હતું.
રીષિ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ છેલ્લે ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘ધ બોડી’માં જોવા મળ્યા હતાં. આ ફિલ્મને દર્શકો તથા ક્રિટિક્સે એવરેજ કહી હતી. રીષિ કપૂરે દીપિકા પાદુકોણ સાથેની ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ સાઈન કરી છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મની હિંદી રિમેક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો