કોરોનાવાઈરસ / આયુષ્માન ખુરાનાએ કહ્યું, અબ અમીર કા હર દિન રવિવાર, ગરીબ હૈં સોમવાર કે ઈંતઝાર મેં...

bollywood actor Ayushmann Khurrana shared a poem on social media

દિવ્ય ભાસ્કર

Mar 21, 2020, 02:18 PM IST

મુંબઈઃ દેશમાં એક બાજુ કોરોનાવાઈરસે ભયનો માહોલ બનાવ્યો છે તો બીજી બાજુ ભારતના વિવિધ રાજ્યોની સરકારે કારણ વગર ઘરની બહાર ના જવાની સલાહ આપી છે. આ બધાની વચ્ચે ગરીબોનું કામ બિલકુલ ઠપ થઈ ગયું છે. બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાએ ગરીબોને લઈ એક કવિતા શૅર કરી હતી. આયુષ્માને ટ્વિટર પર એક કવિતા શૅર કરી હતી, જેમાં કોરોનાવાઈરસને કારણે ગરીબોને પડતી તકલીફની વાત કરવામાં આવી છે.

આયુષ્માન ખુરાનાએ કહ્યું, અબ અમીર કા હર દિન રવિવાર હો ગયા ઔર ગરીબ હૈં અપને સોમવાર કે ઈંતઝાર મેં.. અબ અમીર કા હર દિન સહ-પરિવાર હો ગયા, ઔર ગરીબ હૈં અપને રોજગાર કે ઈંતઝાર મેં. આયુષ્માનની આ ટ્વીટ પર ચાહકો રિએક્શન આપી રહ્યાં છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ગયા મહિને રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હોમોસેક્સ્યુઅલ પર આધારિત હતી અને ચાહકોને આ ફિલ્મ પસંદ આવી હતી. બોલિવૂડમાં 31 માર્ચ સુધી તમામ ફિલ્મ્સના તથા જાહેરાતોના શૂટિંગ અટકાવી દેવામાં આવ્યા છે. બોલિવૂડ સેલેબ્સ ઘરે બેસીને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે. આયુષ્માન ખુરાના પત્ની તાહિરા તથા બે બાળકો સાથે પેઈન્ટિંગ કરીને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે.

X
bollywood actor Ayushmann Khurrana shared a poem on social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી