પ્રતિક્રિયા / ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ને લઈ ટ્રમ્પની પ્રશાંસા પર આયુષ્માને કહ્યું, તેઓ યુએસમાં એલજીબીટીના હકો માટે કામ કરશે

bollywood actor Ayushmann Khurrana reacts to Donald Trump’s praise for Shubh Mangal Zyada Saavdhan

Divyabhaskar.com

Feb 23, 2020, 11:47 AM IST

મુંબઈઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બોલિવૂડની સમલૈંગિકતા પર આધારિત ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. હવે, આયુષ્માન ખુરાનાનું આના પર રિએક્શન આવ્યું છે. આયુષ્માન આ વાતને લઈ ઘણો જ ખુશ છે. એક્ટરે કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખની પ્રતિક્રિયા જોઈને તેને ઘણું જ સારું લાગ્યું હતું. તેણે કહ્યું હતું કે તેને આશા છે કે આ ટિપ્પણી રાષ્ટ્રપ્રમુખની એલજીબીટીક્યૂ કમ્યૂનિટી તરફ ઈશારો કરે છે અને તેઓ પોતાના દેશમાં તેમના હકોને લઈ સતત કામ કરતા રહેશે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ સોશિયલ એક્ટિવિસ્ટ પીટરની ટ્વીટને રીટ્વીટને ગ્રેટ લખ્યું હતું. પીટરે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, બોલિવૂડમાં ગે રોમેન્ટિક કોમેડી ફિલ્મ આવી છે. આશા છે કે આ ફિલ્મ વૃદ્ધ લોકોને દિલ જીતી લેશે.

આ ફિલ્મમાં આયુષ્માન તથા જીતેન્દ્ર કુમાર ઉપરાંત નીના ગુપ્તા, ગજરાજ રાવ છે. દર્શકો તથા ક્રિટિક્સે આ ફિલ્મને વખાણી છે.

ઓનલાઈન લીક
‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ રિલીઝ થતાં જ ઓનલાઈન લીક થઈ છે. બોલિવૂડ માટે પાઈરસી નવી વાત નથી. તમિલ રોકર્સ પર આ ફિલ્મને લીક કરવામાં આવી છે. જોકે, આ પહેલાં પણ રિલીઝના દિવસે જ ફિલ્મને લીક કરવામાં આવી છે. 14 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી કાર્તિક આર્યન તથા સારા અલી ખાનની ફિલ્મ ‘લવ આજ કલ’ પણ લીક કરવામાં આવી હતી.

X
bollywood actor Ayushmann Khurrana reacts to Donald Trump’s praise for Shubh Mangal Zyada Saavdhan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી