સેલેબ લાઈફ / તબિયત ખરાબ હોવા છતાં અમિતાભ બચ્ચને ‘કેબીસી’નું 18 કલાક સુધી શૂટિંગ કર્યું

bollywood actor Amitabh Bachchan pulls off 18-hour work day

Divyabhaskar.com

Nov 13, 2019, 07:30 PM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચન એક્ટિંગ ઉપરાંત પોતાની સમયપાલનને કારણે જાણીતા છે. છેલ્લાં કેટલાંક સમયથી બિગ બીની તબિયત સારી રહેતી નથી. જોકે, તેઓ પોતાની ઉંમર તથા બીમારીને પોતાના કામની વચ્ચે ક્યારેય લાવ્યા નથી. હાલમાં જ બિગ બીએ 18-18 કલાક કામ કર્યું હતું.

એક દિવસમાં ત્રણ એપિસોડ શૂટ કર્યાં
અમિતાભ બચ્ચને થોડાં સમય પહેલાં જ બ્લોગ પર પોતાની બીમારી અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે ડોક્ટર્સે તેમને આરામની સલાહ આપી છે. જોકે, ડોક્ટર્સની આ વાત અવગણીને બિગ બીએ હાલમાં જ ‘કેબીસી 11’ના ત્રણ એપિસોડ એક જ દિવસે શૂટ કર્યાં હતાં.

18 કલાક કામ કર્યું
‘કેબીસી 11’ના ત્રણ એપિસોડનું શૂટિંગ એક સાથે કરવું, તેનો અર્થ એમ છે કે તેમણે 18 કલાક સુધી કામ કર્યું હતું. બિગ બીએ બ્લોગમાં કહ્યું હતું કે તેમણે 18 કલાક કામ કર્યું, જેનાથી તેમને આશ્વાસન, પ્રેમ તથા આશીર્વાદ મળે છે. અમિતાભે કહ્યું હતું કે પોસ્ટ તથા બ્લોગ મોડો અપડેટ કરવા બદલ માફી. ‘કેબીસી’ હવે તેના અંતિમ તબક્કામાં છે અને તેથી જ આ શોને થોડો વધુ સમય આપવો પડે છે. મોડી રાત્રે એક વાગે શૂટ પૂરું થયું અને પછી ફરીથી સ્ટૂડિયો જવું પડ્યું.

સિદ્ધાર્થ બાસુએ ટ્વીટ કરી
‘કેબીસી’ના પ્રોડ્યૂસર સિદ્ધાર્થ બાસુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આ શોનો અંતિમ એપિસોડ શૂટ થઈ ગયો છે.

લાંબો બ્રેક લેશે
સૂત્રોના મતે, અમિતાભ બચ્ચન એક લાંબા બ્રેક પર જવાના છે. તેઓ શારીરિક રીતે ઘણાં જ થાકી ગયા છે અને તેમના શરીરને આરામની જરૂર છે, આરામ કરવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરશે. આ વખતે પરિવારે અમિતાભને બ્રેક લેવાનું સ્પષ્ટ રીતે કહ્યું છે. પત્ની જયા, દીકરી શ્વેતા તથા દીકરા અભિષેકે બિગ બીને ડોક્ટરની સલાહને ગંભીરતાથી લેવાનું કહ્યું છે. છેલ્લાં થોડા વર્ષોમાં ડોક્ટર્સે અવાર-નવાર અમિતાભને કામમાંથી બ્રેક લઈને આરામ કરવાની સલાહ આપી હતી પરંતુ દર વખતે અમિતાભ આ વાતને અવગણીને તરત જ કામ પર જતા રહેતા હતાં. જોકે, આ વખતે પરિવારે અમિતાભને બ્રેક લેવા માટે મનાવી લીધા છે.

X
bollywood actor Amitabh Bachchan pulls off 18-hour work day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી